મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશમાં ભારતનું અપમાન, ભારતીય રાષ્ટ્ર ધ્વજને પગ નીચે કચડતા વિદ્યાર્થીઓ 

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ

બાંગ્લાદેશમાં ભારતનું અપમાન, ભારતીય રાષ્ટ્ર ધ્વજને પગ નીચે કચડતા વિદ્યાર્થીઓ 

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં એક કોલેજની બહાર તિરંગાનો ઉપયોગ ડોરમેટ તરીકે થતો જોવા મળ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર ઢાકા યુનિવર્સિટીની બહારની છે જ્યાં વિદ્યાર્થીઓ ત્રિરંગાને કચડી રહ્યાં છે.

બાંગ્લાદેશની એક કોલેજના ગેટ પર ભારતીય રાષ્ટ્ર ધ્વજ પાથરવામાં આવ્યો છે. અને વિદ્યાર્થીઓ આ દ્વાજ પર પગ મૂકી તેના પરથી પસાર થઈ રહ્યા છે. 

આ ફોટો ઢાકાની બાંગ્લાદેશ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (BUET)નો હોવાનું કહેવાઈ રહ્યું છે.  ભારતનો રાષ્ટ્રધ્વજ BUET કેમ્પસના ગેટ પર એવી રીતે લગાવવામાં આવ્યો હતો કે લોકો તેના પર ચાલીને તેનો અનાદર કરી શકે. તેઓ ભૂલી ગયા કે તેમને ભારતને કારણે આઝાદી મળી છે.

આ તસવીર જોયા બાદ કોલકાતાના સિનિયર ડૉક્ટર ઈન્દ્રનીલ સાહાની એક પોસ્ટ સામે આવી છે. પોતાની પોસ્ટમાં, તેણે એ વાત પર ગુસ્સો વ્યક્ત કર્યો કે ઢાકાની BUET યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર ભારતીય રાષ્ટ્રધ્વજને ડોરમેટની જેમ લહેરાવવામાં આવ્યો હતો. આ પછી તેમણે જાહેરાત કરી કે તે બાંગ્લાદેશના દર્દીઓને તેમની ચેમ્બરમાં જોશે નહીં. તેણે લખ્યું- પહેલા દેશ આવે છે, પછી કમાણી આવે છે.

આ સમાચાર શેર કરો