મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મેક્સિકો બાદ હવે કેનેડાની સરહદથી USમાં ઘૂસણખોરી કરનારા ભારતીયો વધ્યાં,2024માં 47000 જેટલાં પકડાયા

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ કરતાં હતા પણ હવે યુએસમાં

મેક્સિકો બાદ હવે કેનેડાની સરહદથી USમાં ઘૂસણખોરી કરનારા ભારતીયો વધ્યાં,2024માં 47000 જેટલાં પકડાયા

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ કરતાં હતા પણ હવે યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો હોવાનું વિવિધ અહેવાલો જણાવે છે. મેક્સિકો અને અલ સાલ્વાડોરની સરહદે ચોંપ અને ખર્ચ વધતાં હવે ભારતીયો કેનેડાની સરહદથી USમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું જણાયું છે.

સામાન્ય રીતે USમાં ગેરકાયદે પ્રવેશવા માંગતા ભારતીયો મેક્સિકો અથવા અલ સાલ્વાડોરમાંથી USમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં હતા.પણ અલ સાલ્વાડોર દ્વારા ભારતીય પ્રવાસીઓ પર ૧૧૩૦ ડોલરની ફી ૨૦૨૩માં દાખલ કરવાંમાં આવતાં અહીંથી USમાં ઘુસવાનો  પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જો કે, બોલિવિયામાં હજી વીઝા ઓન એરાઇવલ મળતાં હોઇ અહીં પણ ઘણાં તકદીર અજમાવે છે. નવેમ્બર ૨૦૨૩ સુધી ઘણાં ભારતીયોએ નિકારાગુઆ અને અલ સાલ્વાડોરના વીઝા ફ્રી સ્ટેટસનો લાભ લીધો હતો.

US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન દ્વારા ઉત્તર અમેરિકા એટલે કે કેનેડાની સરહદને ૧૩ સેક્ટરમાં વહેચી નાંખવામાં આવી છે. તેમાં પણ ન્યુ યોર્ક અને ન્યુ હેમ્પશાયરને આવરી લેતાં  સ્વાન્ટોન સેક્ટરમાંથી ઘુસણખોરીનો પ્રયાસ કરતાં ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે. જુન ૨૦૨૪ સુધીમાં આ સેક્ટરમાં ૨૭૧૫ ભારતીયો સરહદ પાર કરવાનો પ્રયાસ કરતાં જણાયા હતા. જો કે, ફેબુ્રઆરીથી નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન એરિઝોનામાં આવેલાં ટકસન સેક્ટરમાંથી ૫૫૯૮ ભારતીયો USમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં જણાયા હતા.

ભાષાની નજરે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા ભારતીયોના આંકડાઓ જોઇએ તો ૨૦૧૨થી ૨૦૨૪ સુધીમાં ઇમિગ્રેશન કોર્ટમાં  બચાવ કરતાં ભારતીયોની બોલાતી ભાષાઓમાં  પજાબી, હિન્દી અને ગુજરાતી મુખ્ય જણાઇ હતી. પંજાબીઓના ૭૯,૬૫૬ કેસ, હિન્દીઓના ૩૯, ૬૧૬ કેસ અને ગુજરાતીઓના ૧૮,૬૩૯ કેસ આ કોર્ટમાં ચાલ્યા હતા. તેમાં એસાઇલમ મેળવવામાં સફળ થનારાઓમાં સૌથી વધુ ૭૩ ટકા પંજાબીઓ જણાયા હતા જ્યારે ગુજરાતીઓનો સફળતાનો દર ૫૩ ટકા જણાયો હતો.

આશરે સવા સાત લાખ ભારતીયો USમાં ૨૦૨૩માં ગેરકાયદે પ્રવેશ્યા હોવાનો અંદાજ છે. ભારતીયો કરતાં આ યાદીમાં આગળ મેક્સિકો અને અલ સાલ્વાડોરનો ક્રમ છે જ્યારે ભારતીયોનો ક્રમ ત્રીજો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. બીજી તરફ કાયદેસર વીઝા મેળવી યુએસમાં પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું જણાયું છે. ૨૦૨૩માં ભારતમાં ૧૪ લાખ વીઝા પ્રોસેસ થયા હતા. યુએસ વીઝાની દર દસ અરજીઓમાં એક અરજી ભારતીયની હોય છે.

આ સમાચાર શેર કરો