મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં નોસ્ટ્રેડેમસ તરીકે જાણીતા ભારતીય જ્યોતિષાચાર્યની આગાહી, જલ્દી જ શરુ થશે ત્રીજું વિશ્વ યુદ્ધ 

નવ-નોસ્ટ્રેડેમસ તરીકે અમેરિકામાં ખ્યાતનામ બની ગયેલા કુશલકુમારે વૈદિક જ્યોતિષાચાર્યના

અમેરિકામાં નોસ્ટ્રેડેમસ તરીકે જાણીતા ભારતીય જ્યોતિષાચાર્યની આગાહી, જલ્દી જ શરુ થશે ત્રીજું વિશ્વ યુદ્ધ 

નવ-નોસ્ટ્રેડેમસ તરીકે અમેરિકામાં ખ્યાતનામ બની ગયેલા કુશલકુમારે વૈદિક જ્યોતિષાચાર્યના પ્રખર વિજ્ઞાન છે. તેઓએ કહ્યું છે કે હવે ત્રીજુ વિશ્વ યુદ્ધ માત્ર થોડા જ દિવસો દૂર છે. ધી ડેઈલી સ્ટાર જણાવે છે કે આ વેદિક જ્યોતિષાચાર્ય વિશ્વ ઘટનાઓ જોઈ શકવાનો દાવો કરે છે. તાજેતરમાં જ ઇઝરાયેલ- હમાસ યુદ્ધ, રશિયન-નાટો ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા ચીન અને તાઇવાન તંગદિલી ઉપરથી પણ આ સંભાવના નજરે દેખાય તેવી છે તેમ પણ તેઓએ કહ્યું હતું.

ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના દર્શાવે છે

મંગળવાર તારીખ 18મી જુને જ શરૂ થઈ રહેલી ગ્રહોની યુતિ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના દર્શાવે છે. તે યુતિ 29મી જુને અંશાત્મક રીતે થતા તે દિવસ વિનાશ દિન (ડૂમ્સ-ડે) બની રહેવા સંભવ છે. ધી ડેઈલી સ્ટારને આપેલી આ મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે, 'વાસ્તવમાં જન્મ કુંડળીઓ આપણા જન્મો-જન્મના કર્મનું માન-ચિત્ર (નકશો) છે. આજે 18 જૂન 2024થી ગ્રહોની જે ગતિ જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી. 10મી જૂને પણ કેટલાક ગ્રહો સાથે ભેગા મળ્યા હતા. ત્યારથી તકલીફો દુનિયામાં વધતી ગઈ છે.'

શ્રેણીબધ્ધ બનેલી ઘટનાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું

છેલ્લે 29 જૂને જે અંશાત્મક-યુતિ થવાની છે. તેથી યુદ્ધો  ફાટી નીકળવા સંભાવના દેખાય છે. આ કહેવાનો હેતુ સૌને સાવચેત કરવાનો છે. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે એક નાની એવી માનવીય ક્ષતિ કે ચૂક આ ભડકા માટે તિખારા રૂપ બની શકે તેમ છે. પોતાની આ આગાહીઓને પુષ્ટિ આપતાં કુશલકુમારે શ્રેણીબધ્ધ બનેલી ઘટનાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. તેઓએ કહ્યું કે, 'ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, ઇઝરાયેલ- લેબેનોન યુદ્ધ, ઉત્તર કોરિયાના સૈનિકોનું, સરહદ ઓળંગી દ. કોરિયામાં જવું. તેમજ (1962ની) કયુબા-મિસાઇલ- ક્રાઇસિસને યાદ આપે તેમ રશિયા યુદ્ધ જહાજોનું કયુબામાં પહોંચવું જેમાં ન્યુકલિયર સબમરીન પણ હવાના (કયુબાના પાટનગર) પાસે પહોંચી ગઈ અને તે સર્વે કરતાં એ વધુ ચીન દ્વારા તાઇવાનના સમુદ્ર તટ પાસે કરાયેલી યુદ્ધ ક્વાયતોથી અમેરિકા પણ ચિંતિત બન્યું છે.' ડેઈલી સ્ટાર ઉપરાંત ન્યૂયોર્ક પોસ્ટના પત્રકારો પણ તે સમયે ત્યાં ઉપસ્થિત હતા. તે સર્વેને સંબોધતા કુમારે કહ્યું, 'જે જેમ દિવસો કપાતા જાય તેમ તેમ વૈશ્વિક ઘટનાઓ ઉપર નજર રાખતા જજો.'

આ સમાચાર શેર કરો