મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું હોર્મુઝ

32 કિલોમીટરનો એક દરિયાઈ પેસેજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાની રાજનીતિ અને કૂટનીતિમાં કેવી ઉથલપાથલ મચાવી શકે છે, તે ઈર

તસવીર: gstv

32 કિલોમીટરનો એક દરિયાઈ પેસેજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાની રાજનીતિ અને કૂટનીતિમાં કેવી ઉથલપાથલ મચાવી શકે છે, તે ઈરાન યુદ્ધ દરમિયાન આખી દુનિયાએ જોઈ લીધું. ઈરાની સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને દેશોનો ઈંધણ પુરવઠો રોકી દીધો. કાચા તેલની કિંમતો ઝડપથી વધવા લાગી. છેવટે દુનિયાનો 20 ટકા ઈંધણ પુરવઠો આ જ હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે ભારત અને ઇન્ડોનેશિયા મળીને હિંદ મહાસાગરમાં પોતાનું હોર્મુઝ  બનાવશે. આ હોર્મુઝ  સ્ટ્રેટ ઓફ મલક્કાના એન્ટ્રી પોઈન્ટ પર સ્થિત છે. અહીંથી ભારતના આંદામાન નિકોબાર ટાપુ સમૂહમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ માત્ર 100 માઈલ એટલે કે 160 કિલોમીટરના અંતરે છે. આ પગલા સાથે ભારત અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં ચીનનો આખો ગેમ પ્લાન બદલી નાખશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની દરિયાઈ વ્યૂહરચનાને નવો ઓપ આપતા, ભારત અને ઇન્ડોનેશિયાએ સબાંગ પોર્ટના સંયુક્ત વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો ઇન્ડોનેશિયાના સબાંગ બંદરને વિકસાવવા પર સંમત થયા છે. તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, અને આ ટાપુ પર ભારતનો પ્રભાવ વધશે. ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સમાચાર શેર કરો