Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ram Gopal Varma to make biopic of encounter specialist

VIDEO: 24 વર્ષ બાદ આવી શકે છે 'કંપની' ની સિક્વલ, રામ ગોપાલ વર્મા બનાવશે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની બાયોપિક

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

'સત્યા' અને 'કંપની' જેવી સફળ ક્રાઈમ થ્રીલર્સ આપનારા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ક્રાઈમ થ્રીલર બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ વખતે રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે. હાલ આ ફિલ્મની પટકથા ડેવલપ કરવામાં આવી રહી છે.  

App Store

મુંબઈના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ 2002માં 'કંપની' નામની ફિલ્મ બનાવી હતી. અજય દેવગણ, વિવેક ઓબેરોય અને મોહનલાલને લઈને બનાવવામાં આવેલી 'કંપની' ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખી 2010માં પણ 'કંપની ટુ' ફિલ્મ બનાવવાની ચર્ચા થઈ હતી. હવે સવાલ એ છે કે દયા નાયકની ફિલ્મ અલગ હશે કે તે પણ 'કંપની' યુનિવર્સનો હિસ્સો હશે એ અટકળનો વિષય છે. 

હાલ જે રીતે જાતજાતના યુનિવર્સ બનાવી સફળ ફિલ્મોનો કસ કાઢવાનો ધંધો ચાલ્યો છે તે જોતા રામગોપાલ વર્મા પણ તેમની કંપનીનું યુનિવર્સ બનાવે તો તેમાં કોઈ નવાઈ નથી. રામ ગોપાલ વર્માની 2024માં 'વ્યૂહમ' આવ્યા પછી કોઈ ફિલ્મ આવી નથી.