Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Imposing 100% tariff on India is a suicidal step...'; Questions raised in America on the decision of the Trump administration!

'ભારત પર 100% ટેરિફ લાદવું આત્મઘાતી કદમ...'; ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર અમેરિકામાં જ ઉઠ્યા સવાલો!

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
'ભારત પર 100% ટેરિફ લાદવું આત્મઘાતી કદમ...'; ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર અમેરિકામાં જ ઉઠ્યા સવાલો!
સોર્સ : gstv

વોશિંગ્ટન: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (Crude Oil) ખરીદવા બદલ ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) ભારત સહિત પાંચ દેશો પર 100 ટકા ટેરિફ (100% Tariff) લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે અમેરિકી સેનેટમાં (US Senate) રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો પર ભારે ટેરિફ લાદતા બિલને બહુમતીથી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) તે તમામ દેશોમાંથી આવતા સામાન પર 100% ટેરિફ લાદવાનો અધિકાર આપે છે જેઓ રશિયન ઓઈલ અને ગેસના ટોચના આયાતકાર (Top Importers) છે.

App Store

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના આ આકરા નિર્ણયનો અમેરિકાની અંદર જ વિરોધ શરૂ થઈ ગયો છે. અમેરિકી સીનેટર્સે આ કદમ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

"ચીન સામે ભારતનો સહયોગ જોઈએ છે ત્યારે આ આત્મઘાતી પગલું" (Self-Defeating Step)
ટ્રમ્પ પ્રશાસનની આ નીતિનો વિરોધ કરતા એક અમેરિકી સીનેટરે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે: "એવા સમયે જ્યારે આપણે ચીન સામે ચાલી રહેલી વૈશ્વિક સ્પર્ધામાં (Global Competition) ભારતનો સાથ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે ભારત પર 100% ટેરિફ લાદવો એ સંપૂર્ણપણે આત્મઘાતી કદમ (Self-defeating move) સાબિત થશે."

રશિયન તેલ ખરીદનારા દેશો પર ટ્રમ્પ સરકાર પહેલા પણ નિયંત્રણો લાદતી રહી છે. પરંતુ આ વખતે 100 ટકા ટેરિફનો પ્રસ્તાવ અત્યંત સખત માનવામાં આવી રહ્યો છે. આ બિલ લાવવા પાછળ અમેરિકાનો એવો તર્ક છે કે રશિયા પાસેથી તેલની ખરીદી કરવાથી યુક્રેન યુદ્ધને (Ukraine War) આર્થિક બળ મળે છે.

કયા 5 દેશો આવશે ટ્રમ્પના નિશાના પર?

અમેરિકી સેનેટમાં પસાર થયેલા આ પ્રસ્તાવ મુજબ રશિયન ઓઈલ અને ગેસ ખરીદનારા વિશ્વના 5 મુખ્ય દેશો સીધા પ્રભાવિત થશે:

ભારત (India)

ચીન (China)

અઝરબૈજાન (Azerbaijan)

હંગેરી (Hungary)

સ્લોવાકિયા (Slovakia)

રશિયા પરના પ્રતિબંધો (Sanctions) ઉપરાંત, આ બિલ 'ઈરાન સેન્ક્શન્સ એક્ટ ઓફ 1996' (Iran Sanctions Act of 1996) ની સમયસીમા લંબાવીને વર્ષ 2031 સુધી કરી દેશે. આ કાયદા હેઠળ ઈરાનના એનર્જી સેક્ટરમાં (Energy Sector) રોકાણ કરનારી કંપનીઓ પર ભારે દંડ ફટકારવામાં આવશે.

પ્રતિનિધિ સભામાં 31 ઓગસ્ટે થશે ચર્ચા 

વોટિંગ બાદ સીનેટર બ્લૂમેન્થલે (Senator Blumenthal) મીડિયાને જણાવ્યું હતું કે, આ સખત કદમ અને ટેરિફ એ તમામ દેશોને રોકશે જે આ ગુનાહિત અને આક્રમક યુદ્ધને સમર્થન આપી રહ્યા છે.

બીજી તરફ, ડેમોક્રેટ્સના (Democrats) કેટલાક નેતાઓએ ચેતવણી આપી છે કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટેરિફ સંબંધિત બેફામ સત્તા આપી દેશે. હવે આ બિલ મંજૂરી માટે 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં (House of Representatives) જશે, જ્યાં 31 ઓગસ્ટે આ વિષય પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.