મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'હું કમલા હેરિસ સાથે ફરી ડિબેટમાં નહીં ઉતરું', ડોનાલ્ડ ટ્રમ્પે આવું કેમ કહ્યું?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુ

'હું કમલા હેરિસ સાથે ફરી ડિબેટમાં નહીં ઉતરું', ડોનાલ્ડ ટ્રમ્પે આવું કેમ કહ્યું?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેઓ 5 નવેમ્બરની ચૂંટણી પહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વધુ કોઈ ચર્ચામાં ભાગ લેશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કમલા હેરિસ દ્વારા વધુ એક ડિબેટની ઓફર જ બતાવે છએ કે તે મંગળવારની પોતાની બહેશ હારી ચૂકી છે. હવે તેણીની સ્થિતિ સુધારવા માટે બીજી તક માંગી રહી છે.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મતદાનથી સ્પષ્ટ છે કે, મેં મંગળવારે રાત્રે ડેમોક્રેટ્સના કટ્ટરપંથી ડાબેરી ઉમેદવાર કમલા હેરિસ સામેની ચર્ચા જીતી લીધી છે અને તેમણે તરત જ બીજી ચર્ચા માટે કહ્યું. હવે ત્રીજી કોઈ ચર્ચા નહીં થાય. પોતાની અગાઉની ડિબેટનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ચર્ચા જૂનમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સામે થઈ હતી એ પછી મંગળવારે કમલા હેરિસ સાથે ડિબેટ થઈ હતી.
  
ડોનાલ્ડે તેમની જીતની સૂચના આપનારા અનામી મતદાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે મુખ્ય પ્રવાહના મીડિયા આઉટલેટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનમાં કંઈક અલગ જ વાત કહેવાઈ રહી છે. જણાવી દઈએ કે, એક ખાનગી સર્વે મુજબ 63 ટકા દર્શકોનું માનવું છે કે કમલા હેરિસ જીત્યા છે જ્યારે 37 ટકા લોકોએ ટ્રમ્પની તરફેણ કરી હતી. 

હેરિસે 47 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું

કમલા હેરિસે ચર્ચા બાદ સર્જાયેલા વાતાવરણનો લાભ લીધો અને દાવો કર્યો કે મંગળવારની ચર્ચાના 24 કલાકની અંદર તેણે 47 મિલિયન યુએસ ડોલર એકત્ર કર્યા છે. તેણીની ઉમેદવારીની જાહેરાત કર્યા પછી હેરિસ દ્વારા આ સૌથી મજબૂત ભંડોળ એકત્રીકરણ પ્રદર્શન છે. ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ સાથી જેડી વેન્સ 1 ઓક્ટોબરના રોજ ન્યૂયોર્કમાં ડેમોક્રેટિક વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ટિમ વોલ્ઝ સાથે ચર્ચા કરવાના છે. 

આ સમાચાર શેર કરો