મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: 'ભારત પર ન્યુક્લિયર બોમ્બ ફેંકીશ...' બ્રિટિશ યુટ્યુબરનો બફાટ

બ્રિટિશ યુટ્યુબર માટે ભારત વિરુદ્ધ મજાક ભારે પડી રહી છે. તેણે મજાકમાં ભારત પર પરમાણુ બો

VIDEO: 'ભારત પર ન્યુક્લિયર બોમ્બ ફેંકીશ...' બ્રિટિશ યુટ્યુબરનો બફાટ

બ્રિટિશ યુટ્યુબર માટે ભારત વિરુદ્ધ મજાક ભારે પડી રહી છે. તેણે મજાકમાં ભારત પર પરમાણુ બોમ્બ ફેંકવાની વાત કરી હતી. Miles Rutledge નામની આ વ્યક્તિ ભારતીયો પર જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરી રહી છે. જોવા જઇ તો વાસ્તવમાં આ આખો મામલો એક મીમ વીડિયોથી શરૂ થયો હતો. આ વ્યક્તિએ તેના સોશિયલ મિયાં પર અપલોડ કર્યો હતો. 

કથિત રીતે પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં યુ.એસ.માં છુપાયેલા સાઇલોમાંથી પરમાણુ મિસાઇલો બહાર નીકળતી જોવા મળી રહી છે. અને સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધની વાત કહેવામાં આવી રહી છે.  વીડિયો શેર કરતા તેણે લખ્યું: "જ્યારે હું ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બનીશ ત્યારે હું બ્રિટિશ હિતો અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતી કોઈપણ વિદેશી શક્તિ પર પરમાણુ સાઇલો ખોલીશ. હું મોટી ઘટનાઓની વાત નથી કરતો, હું નાની નાની વાત પર આખા દેશને ખતમ કરી નાખીશ." થોડી વાર પછી જ Miles Rutledge એ  પોસ્ટ પર એક ટિપ્પણી મૂકી અને કહ્યું: "હું ભારત પર હુમલો કરી શકું છું!"

પોસ્ટ શેર કર્યા બાદ લોકોએ તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેને ટ્રોલ્સ તરફથી ધમકીભર્યા ડીએમ પણ મળવા લાગ્યા. આ પછી તેણે ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. યુટ્યુબરે લખ્યું, "માનો કે ના માનો મને ભારત પસંદ નથી. સાથે જ હું એક ભારતીયને અનુભવ કરાવી શકું છું કે તે ભારતીય છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પ્રતિક્રિયામાં અચાનક તમને માતાની ગાળ આપે છે, તો તે ભારતીય છે. આવા ઘણા કિસ્સાઓ છે. " આવી કોમેન્ટ બાદ લોકો વધુ ગુસ્સે થયા હતા. એક્સ યુઝર્સે તેના પર ગુસ્સો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

આ સમાચાર શેર કરો