VIDEO: હુથીઓએ રિયાધ પર કર્યો હુમલો, સાઉદી અરેબિયામાં ઇમરજન્સી જાહેર
સોર્સ : gstv
શનિવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભીષણ આગ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.પ્રત્યક્ષદર્શીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના હુતી બળવાખોરોના હુમલા બાદ બની હોવાનું કહેવાય છે. રોઇટર્સની છબીઓમાં એરપોર્ટ પર ઇંધણ સંગ્રહ સુવિધામાંથી ધુમાડો નીકળતો સ્પષ્ટ દેખાય છે.
ધુમાડા અને આગના ગોટા
શનિવારે, રિયાધ એરપોર્ટ નજીક અચાનક જ્વાળાઓ અને કાળા ધુમાડા આકાશમાં છવાઈ ગયા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો. પ્રારંભિક અહેવાલો અને છબીઓ દર્શાવે છે કે એરપોર્ટ નજીક સ્થિત ઇંધણ ડેપોમાં આગ લાગી હતી.જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનના વ્યાપ અંગેની સંપૂર્ણ વિગતો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. સાઉદી સરકારની મીડિયા ઓફિસે પણ આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગઈકાલે રાત્રે એલર્ટ જાહેર કરાયું હતું
રોઇટર્સના જણાવ્યા અનુસાર, સંભવિત ખતરાને કારણે સાઉદી સિવિલ ડિફેન્સે ગઈકાલે રાત્રે રિયાધ અને અલ-ખર્જના રહેવાસીઓને ફોન દ્વારા એલર્ટ (ચેતવણી) જાહેર કર્યું હતું. જોકે, પરિસ્થિતિ સામાન્ય થયા બાદ શનિવારે સવારે 'ઓલ-ક્લિયર' (ખતરો ટળી ગયાનો) સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
હુથીઓએ સાઉદી અરેબિયાના યમનના રણમાંપછાડવા માટે કોઈ ભારેભરખમ વાહન નહીં પરંતુ ટોયોટાની પિકઅપ ટ્રકનો ઉપયોગ કર્યો. ધ ટાઇમ્સના રિપોર્ટ મુજબ યમનમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ટોયોટાની લગભગ ૪૦,૦૦૦ જેટલી પિકઅપ ટ્રક પહોંચી. તેમા પણ ખાસ કરીને ગયા વર્ષે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. તેમા પણ ટોયોટાના લેન્ડક્રુઝર મોડેલની હુથીઓમાં ભારે માંગ છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં પણ હુથીઓ હજારો ટોયોટા ગાડીઓની સાથે યુદ્ધનું એલાન કરતાં જોવા મળ્યા છે. તેની ખાસિયત એ છે કે તે આ પ્રકારની પિક અપ ગાડીઓ મજબૂત બનાવટવાળી હોય છે, તેનો પાછળનો હિસ્સો ખુલ્લો હોય છે. તેના પર ભારે મશીનગન કે રોકેટ લોન્ચર લગાવી શકાય છે.

