VIDEO: ઉદ્યોગો સ્થાપવાની દેશવ્યાપી રેસમાં ગુજરાત છેક 10મા ક્રમે ધકેલાયું, વિદેશી પ્રવાસ પાછળ જનતાના ટેક્સના લાખો રૂપિયા વાપરી નાંખ્યા
ગુજરાત સરકાર જનતાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા ‘વાઈબ્રન્ટ સમિટ’ નામના ભવ્ય તહેવાર પાછળ આંધણ કરી રહી છે, પરંતુ તેની જમીની હકીકત શરમજનક સાબિત થઈ છે. આંકડા કહે છે કે, ઉદ્યોગો સ્થાપવાની દેશવ્યાપી રેસમાં ગુજરાત છેક 10મા ક્રમે ધકેલાઈ ગયું છે. ગુજરાત સરકાર કરોડોના રોકાણોના જે આંકડાકીય માયાવી ફુગ્ગા ઓ હવામાં છોડી રહી છે તે વાસ્તવમાં માત્ર કાગળ પરની જ માયાજાળ સાબિત થઈ છે. વાઈબ્રન્ટના નામે થયેલા એમઓયુમાંથી મોટાભાગના પ્રોજેક્ટ્સ કાગળ પર જ દફન થઈ ગયા છે. આ જોતાં વાઈબ્રન્ટ ગુજરાતના ‘આભાસી વિકાસ’ની અસલિયત ખુલ્લી પડી છે.
અમેરિકા-કેનેડાના સહેલગાહમાં કરોડોનો ધુમાડો
તાજેતરમાં મુખ્યમંત્રી સહિત સરકારી બાબુઓ અમેરિકા, કેનેડાના વિદેશી પ્રવાસ પાછળ જનતાના ટેક્સના લાખો રૂપિયા વાપરી નાંખ્યા છે. જો આ જ આંધણ અને વૈભવી ખર્ચાઓ રાજ્યના નાના ઉદ્યોગો ને બચાવવા પાછળ કરવામાં આવ્યા હોત, તો આજે ગુજરાતની શાન સમાન 12 હજાર જેટલા નાના કારખાના અને ફેક્ટરીઓ મરણપથારીએ ન પડ્યા હોત. રાજ્ય સરકારની આ ઉદા સીનતાએ સ્થાનિક રોજગાર આપતા નાના વેપારીઓની કમર તોડી નાખી છે.

