VIDEO: સુરેન્દ્રનગરના વઢવાણ GIDC માં વરસાદી પાણી ભરાતા ૭૦૦ થી વધુ ઉદ્યોગો પ્રભાવિત થયા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. જીઆઈડીસીના એકમોમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જવાથી ૭૦૦થી વધુ ઉદ્યોગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા આ પરેશાન ઉદ્યોગકારોના કારખાનાઓમાં પાણી ભરાતા કાચા માલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

