Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Notice given to ex-officers for malpractice in Surendranagar breeding yard.

VIDEO: સુરેન્દ્રનગરના વઢવાણ યાર્ડમાં ગેરરીતિ બદલ પૂર્વ હોદ્દેદારોને નોટિસ અપાઈ.

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વઢવાણ માર્કેટિંગ યાર્ડની 2016ની ભરતી પ્રક્રિયામાં સગાવાદ અને ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે, જેને લઈને રાજ્ય ખેતીવાડી બજાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં હાલના અને પૂર્વ ડિરેક્ટરો સહિત કુલ 16 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. ક્લાર્ક, વોચમેન અને વકીલને કરવામાં આવેલી ગેરકાયદે પગાર ચૂકવણીના 56.73 લાખ રૂપિયાની વસૂલાત કરવાનો કડક આદેશ પણ અપાયો છે. આ નોટિસ પામનારાઓમાં તત્કાલીન સેક્રેટરી વજેસંગ ડોડીયા અને પૂર્વ ચેરમેન રામજી ગોહિલનો પણ સમાવેશ થાય છે. તમામ આરોપીઓને આગામી 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે જરૂરી પુરાવા સાથે હાજર રહેવા આદેશ કરાયો છે, અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store