VIDEO: સુરેન્દ્રનગરના મેયરના વોર્ડમાં વરસાદી પાણી ભરાતા ભારે રોષ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ખુદ મહાનગરપાલિકાના મેયરના વોર્ડ નંબર ૬ માં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારની અંદાજે ૧૨૦ જેટલી શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. આ વિકટ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા મેયરના પી.એ. અને કોર્પોરેટરોને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. જનતાએ પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટના વપરાશ સામે સળગતા સવાલો ઉઠાવીને વહેલી તકે સમસ્યાના કાયમી નિરાકરણની ઉગ્ર માંગ કરી છે.

