Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Historic Fireworks in America; World record of 8.50 lakh fireworks in 40 minutes; Firecrackers Exploded Than Seychelles' GDP!

Americaમાં ઐતિહાસિક આતશબાજી; 40 મિનિટમાં 8.50 લાખ ફટાકડાનો વર્લ્ડ રેકોર્ડ; સેશેલ્સના GDP કરતાં વધુના ફટાકડા ફૂટ્યા!

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Americaમાં ઐતિહાસિક આતશબાજી; 40 મિનિટમાં 8.50 લાખ ફટાકડાનો વર્લ્ડ રેકોર્ડ;  સેશેલ્સના GDP કરતાં વધુના ફટાકડા ફૂટ્યા!
સોર્સ : gstv

અમેરિકાએ 4 જુલાઈએ 250મા સ્વતંત્રતા દિવસની ઊજવણી કરી હતી. અમેરિકામાં પ્રત્યેક વર્ષે આઝાદી આતશબાજી કરીને ઊજવાય છે. આ વખતે વોશિંગ્ટનમાં માત્ર 40 મિનિટમાં 8.50 લાખથી વધુ ફટાકડા ફોડી આતશબાજી કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

App Store

પ્રમુખ ટ્રમ્પે નેશનલ મોલ પર યોજાયેલા આતશબાજીના કાર્યક્રમને દુનિયાનો સૌથી મોટો આતશબાજી શો ગણાવ્યો હતો. ટ્રમ્પ સરકારના ફ્રીડમ ૨૫૦ પ્રોજેક્ટે પેન્સિલવેનિયાની કંપની પાયરોટેક્નિકોને નેશનલ મોલ પર દુનિયાનો સૌથી મોટો આતશબાજી શો કરવાનું કામ સોંપ્યું હતું. આ કંપનીએ વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલ અને પોટોમેક નદીની આજુબાજુ 10 જગ્યાઓ પર 8.50 લાખથી વધુ આતશબાજીના ગોળા છોડયા. આ આતશબાજી લગભગ 40 મિનિટ સુધી ચાલતી રહી. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આતશબાજી થઈ હતી. આ નવો વર્લ્ડ રેકોર્ડ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ પહેલા દુનિયાની સૌથી મોટી આતશબાજીનો વર્લ્ડ રેકોર્ડ 2016માં ફિલિપાઈન્સના બોકાઉમાં 8.10 લાખથી વધુ ફટાકડા ફોડવાનો હતો.

સોશિયલ મીડિયા પર દાવો કરાયો હતો કે ગયા વર્ષે માત્ર 20 હજાર ફટાકડા ફોડાયા હતા, પરંતુ આ વખતે 8.50 લાખ ફટાકડા ફૂટયા છે. ટ્રમ્પ જ આવું કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ માત્ર વોશિંગ્ટનમાં કરાયેલી આતશબાજીના શો પર અંદાજે 8.50  લાખ ડોલરનો ખર્ચ થયો હશે. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે અમેરિકામાં અંદાજે 2.5 અબજ ડોલર (લગભગ રૂ. 24,000 કરોડ)ના ફટાકડા ફૂટયા છે, આ આંકડો સેશેલ્સના 2.25 અબજ ડોલરના જીડીપી કરતાં પણ વધુ છે.