નસરલ્લાહ બાદ હિઝબુલ્લાહના નવા પ્રમુખને પણ ઇઝરાયેલે માર્યો ઠાર, એક અઠવાડિયું પણ કમાન સંભાળી ના શક્યો
લેબનોનમાં હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહની હત્યા બાદ કથિત રીતે હિઝબુલ્લાહના નવા પ્રમુખ હાશેમ સૈફુદ્દીનનું પણ ઇઝર

લેબનોનમાં હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહની હત્યા બાદ કથિત રીતે હિઝબુલ્લાહના નવા પ્રમુખ હાશેમ સૈફુદ્દીનનું પણ ઇઝરાયેલના હુમલામાં મોત થયું છે. સૈફુદ્દીનને મારવા માટે ઇઝરાયેલે દક્ષિણ બેરૂતમાં મિસાઇલ એટેક કર્યો હતો. ઇઝરાયેલી હુમલા દરમિયાન સૈફુદ્દીન પોતાના કમાન્ડર સાથે એક બિલ્ડિંગ નીચે બનેલા બંકરમાં મીટિંગ કરતો હતો.
27 સપ્ટેમ્બરે ઇઝરાયલે બેરૂત સહિત હિઝબુલ્લાહના તમામ સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયેલે હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર પણ ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેણે હિઝબુલ્લાહને લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે.
ઈઝરાયેલે હિઝબુલ્લાહના મિસાઈલ ભંડારને નષ્ટ કરવાનો પણ દાવો કર્યો હતો. આ પછી સમાચાર આવ્યા કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને તેની પુત્રી ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે, ત્યારબાદ હિઝબુલ્લા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે નસરાલ્લાહનું મૃત્યુ થયું નથી.






