Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'He is very calm and I...', Donald Trump praises PM Modi at G7 summit

'તેઓ ખૂબ શાંત છે અને હું...', G7 સમિટમાં પીએમ મોદીના ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા વખાણ

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'તેઓ ખૂબ શાંત છે અને હું...', G7 સમિટમાં પીએમ મોદીના ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા વખાણ
સોર્સ : GSTV

ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન આખી દુનિયાની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠક પર ટકેલી છે. આ મહત્વપૂર્ણ બેઠક પહેલા જ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ પીએમ મોદીના મુક્તકંઠે વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

App Store

G7 સમિટ દરમિયાન યોજાયેલા એક વર્કિંગ લંચ વખતે જ્યાં વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો ગંભીર વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા, ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક પીએમ મોદી તરફ ઈશારો કરીને આખી મહેફિલ સામે એક મોટું નિવેદન આપી દીધું હતું.

ટ્રમ્પે ખુલ્લા દિલથી સ્વીકારતા વડાપ્રધાન મોદી વિશે કહ્યું કે, "વડાપ્રધાન મોદી ખૂબ જ શાંત, સંયમિત અને ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે... હું એમના જેવો બિલકુલ નથી."