હમાસના આતંકીઓએ પોતાના દેશની બેન્કને લૂંટી, કરોડો રૂપિયા ભરેલી તિજોરી ખાલી કરી નાખી
ઇઝરાયેલ સામે યુદ્ધ વચ્ચે હમાસના આતંકીઓના નવા કાંડનો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક મહિના

ઇઝરાયેલ સામે યુદ્ધ વચ્ચે હમાસના આતંકીઓના નવા કાંડનો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક મહિનામાં હમાસના આતંકી પોતાના જ દેશ પેલેસ્ટાઇનમાં બેન્કમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી ચુક્યા છે. હમાસે એક મહિનાની અંદર 580 કરોડ રૂપિયા લૂંટવાનો આરોપ લગાવ્યો છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાઝાના સશસ્ત્ર ગ્રુપે બેન્ક ઓફ પેલેસ્ટાઇનની કેટલીક બ્રાન્ચમાં લૂંટફાટ કરી છે. બેન્કના દસ્તાવેજોનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એક નહીં પણ બેન્કની કેટલીક શાખાની તિજોરીઓ સાફ કરવામાં આવી છે. અનુમાન અનુસાર 70 મિલિયન ડૉલર (580 કરોડ રૂપિયા)ની ચોરી કરવામાં આવી છે. બેન્કે લૂંટફાટની આ ઘટનાને ગંભીર ગણાવી છે.
16 એપ્રિલે કર્મચારીઓએ રિપોર્ટ કર્યુ કે બેન્ક ઓફ પેલેસ્ટાઇનની ગાઝા શાખામાં લૉકરમાંથી 3 મિલિયન ડૉલરની લૂંટ કરવામાં આવી છે. ડકૈતોએ તિજોરીના રૂમની છતમાં એક ગાબડુ પાડીને આખી તિજોરી સાફ કરી નાખી હતી. આ રીતે અન્ય શહેરોમાં પણ ચોરી કરવામાં આવી છે.
ગાઝામાં ભુખમરીની સ્થિતિ
સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારી સિન્ડી મૈક્કેને કહ્યું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને છ મહિના કરતા વધુ સમય વિતી ગયો છે અને પેલેસ્ટાઇનમાં ખાદ્ય પુરવઠાની સ્થિતિ ચિંતાજનક છે. ઇઝરાયેલના કડક પ્રતિબંધોને કારણે ઉત્તરી ગાઝામાં અકાળ ચરમ પર પહોંચી ગયો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગાઝામાં 23 લાખ લોકો રહે છે.








