મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'ગાઝામાં હવાઈ હુમલામાં હમાસ સરકારના વડાનો ખાત્મો', ઈઝરાયલનો દાવો

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે છે. આ સ્થિતિ વચ્ચે ઈઝરાયલે ગાઝામાં એરસ્ટ્રાઈક કરીને હમાસ સરકારના

'ગાઝામાં હવાઈ હુમલામાં હમાસ સરકારના વડાનો ખાત્મો', ઈઝરાયલનો દાવો

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે છે. આ સ્થિતિ વચ્ચે ઈઝરાયલે ગાઝામાં એરસ્ટ્રાઈક કરીને હમાસ સરકારના વડા સહિત ત્રણ વરિષ્ઠ નેતાઓની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે. 

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ ગુરુવારે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના ત્રણ વરિષ્ઠ નેતાઓની હત્યાનો દાવો કર્યો છે. આ હુમલામાં ગાઝા સરકારના વડા રવી મુશ્તાહાના પણ મોતના સમાચાર છે. હમાસના અન્ય બે કમાન્ડર સમેહ સિરાજ અને સમેહ ઓદેહ માર્યા ગયા હતા. જો કે હમાસ તરફથી હાલમાં આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ત્રણેય કમાન્ડરોએ ઉત્તરી ગાઝામાં ભારે રક્ષિત ભૂગર્ભ કેમ્પસમાં આશરો લીધો હતો. તેણે આ જગ્યાનો ઉપયોગ તેના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે પણ કર્યો હતો. IAF લડાકુ વિમાનોએ ઉત્તરી ગાઝામાં કિલ્લેબંધી અને ભૂગર્ભ કમ્પાઉન્ડમાં છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા હતા.

આ સમાચાર શેર કરો