વિશ્વના ૩ શક્તિશાળી દેશોમાં H3N1 વાયરસ બેકાબૂ: સંક્રમિતોમાં 19 વર્ષથી ઓછી વયના કિશોરોની સંખ્યા સૌથી વધુ

H3N1 Case in 3 Country : અમેરિકા, બ્રિટન અને કેનેડામાં હોલી ડે સીઝન પહેલા હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. H3N1 ઝડપથી ફેલાઈ રહેલો ઈન્ફલુએન્ઝાનો જ વેરિયન્ટ છે. જેને સબક્લેડ કે તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે કે, તે ઈમ્યુનિટીને બાયપાસ કરે છે. આ સાથે જ ભૂતકાળમાં લીધેલી રસીઓ તેની સામે બેઅસર છે.
WHO ની ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા મુજબ, આ એક મોસમી શ્વસન સંક્રમણ છે. તેના મુખ્ય લક્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
-
સખત તાવ અને નબળાઈ
-
માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો
-
સૂકી ઉધરસ અને ગળામાં બળતરા
-
વહેતું નાક અથવા નાક બંધ થઈ જવું
-
ભૂખ ન લાગવી અને પેટમાં દુખાવો
-
ઊંઘવામાં તકલીફ પડવી
તે ભીડ વાળા વિસ્તારોમાં તે વધુ ફેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ન્યૂ યોર્કમાં ગત વર્ષ કરતા 460 ટકા વધુ 14000 ફ્લૂના કેસ નોંધાયા છે.
મેડિકલ એક્સપર્ટ્સના મતે, ઈન્ફ્લુએન્ઝા વાયરસ સતત બદલાતો રહે છે. જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિને થાપ આપે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોવાથી તે ઝડપી ફેલાઈ રહ્યો છે. પાંચ વર્ષથી નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને અસ્થમા, ડાયાબિટીસ, હૃદય રોગ અથવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિઓને વધુ જોખમ છે.
જાણકારોના મતે, આ ફ્લૂ સીઝન સામાન્ય કરતા વધુ કેસ નોંધાઈ શકે છે. યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ચેપી રોગોના નિષ્ણાત પ્રોફેસર ડોક્ટરે જણાવ્યું કે, સબક્લેડ કે સ્ટ્રેન અગાઉના પ્રકારો કરતા ઝડપી ફેલાઈ રહ્યો છે. ગત વર્ષે ફ્લૂ સીઝનમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. આ વર્ષે સબક્લેડ કે સ્ટ્રેનને કારણે કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી શકે છે.
ન્યૂયોર્કમાં કેસોમાં 460% નો ઉછાળો
ભીડભાડવાળા વિસ્તારોમાં આ વાયરસ વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. માત્ર ન્યૂયોર્કની જ વાત કરીએ તો, ગયા વર્ષની સરખામણીએ ફ્લૂના કેસોમાં 460 ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં 14,000 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

