Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Gunman abducts minister, shoots at car tyres on white day in Pakistan

VIDEO: પાકિસ્તાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ગાડીના ટાયરો પર ચલાવી ગોળીઓ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનમાં ક્યારે શું થઈ જાય તેની કોઈ કલ્પના પણ ના કરી શકે. આજે એવી જ એક ઘટના બની. ખૈબર પખ્તૂનખ્વાંમાં પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારબંધ નકાબધીરોઓએ અપહરણ કરી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

App Store

ગાડીના ટાયરો પર ચલાવી ગોળીઓ

પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ પહેલા તો મંત્રીની ગાડીને રોકવા માટે ટાયરોમાં ગોળીઓ મારી હતી અને પછી કાર અટકાવીને મંત્રી ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નકાબધારીઓ રસ્તો રોકતા નજરે પડે છે. જોકે, આ અપહરણ પાછળ કયા સંગઠન કે જૂથનો હાથ છે અને તેમની શું માંગ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News