અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર જવું ભારતીય માટે સપનું બની ગયું, ટ્રમ્પના આદેશ પર કાર્યવાહી શરૂ
અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓ બાદ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓમાં કામના કલાકોન

અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓ બાદ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓમાં કામના કલાકોના નિયમો કડક કરાતાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ દરેક ઈમિગ્રેન્ટસની રોડ પર અને ઘરે જઈને ઈમિગ્રેશન વિભાગ તપાસ કરી રહ્યો છે ત્યારે સ્ટુડન્ટ વિઝાના નિયમો બાબતે વિધાર્થીઓ વર્ક લિમિટને લઈને વધુ ચિંતિત અને સતર્ક બન્યા છે.
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર પહેલા છ મહિના કામ કરવાની મનાઈ
અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને પહેલા છ મહિના કામની મંજૂરી નથી. તે પછીના બીજા છ મહિના જો યુનિવર્સિટીની મંજૂરી આપે તો વિદ્યાર્થીઓ અઠવાડિયાના 20 કલાક કામ કરી શકે છે.
સ્ટુડન્ટ વિઝા પર ઈમિગ્રેશન વિભાગની વૉચ
પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ આ મર્યાદાને અવગણીને ભણવાના કલાકોમાંથી પણ સમય કાઢીને ઊંચી ફી ભરપાઈ કરવાના આશયથી વધુ કમાવવાના ઈરાદે અમેરિકામાં દરરોજ કામ કરતાં જોવા મળે છે. પરંતુ હવે આ પ્રવૃત્તિ પણ ત્યાંની સરકારના ધ્યાનમાં આવતાં વિદ્યાર્થીની કોલેજમાં હાજરી તપાસવામાં આવી રહી છે અને વર્ક પ્લેસ પર કામ કરતાં વિદ્યાર્થીઓને અચાનક તપાસવામાં આવી રહ્યા છે.
અનેક વિધાર્થીઓની આર્થિક સ્થિતિ વધુ કથળી
તપાસ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી મળે તો તેને કામના સ્થળેથી અટકાયત કરીને તેને તાત્કાલિક કામ કરતા બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાનો ખૌફ એટલો છે કે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ એલર્ટ થઈ ગયા છે. પાર્ટ ટાઈમ જોબ આમ પણ મળતી નથી અને તેમાં ફુલ ટાઈમ નોકરી છોડવા જતા અનેક વિધાર્થીઓની આર્થિક સ્થિતિ વધુ કથળી છે.
પાર્ટ ટાઈમ વર્ક પરમીટ કામ કરતા વિધાર્થીઓ હાલ કામ પર જવાનું ટાળી રહ્યા છે
ટેક્સાસ, શિકાગો, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીની વિવિધ યુનિવર્સિટીઓમાં પાર્ટ ટાઈમ વર્ક પરમીટ લઈને કામ કરતાં વિદ્યાર્થીઓ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન ના લેવાય તે માટે કામ પર જવાનું ટાળી રહ્યા છે. એક તરફ કામની જરૂરિયાત અને બીજી તરફ કડક નિયમ આ વિદ્યાર્થીઓને મુંઝવી રહ્યા છે.








