મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

9 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન, આ મુસ્લિમ દેશમાં નવા 'કાયદા' પર બબાલ

ઈરાકની સંસદમાં રજૂ કરાયેલા બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સંસદમાં રજૂ કરાયેલા આ નવા બિલમાં છોકરી

9 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન, આ મુસ્લિમ દેશમાં નવા 'કાયદા' પર બબાલ

ઈરાકની સંસદમાં રજૂ કરાયેલા બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સંસદમાં રજૂ કરાયેલા આ નવા બિલમાં છોકરીઓના લગ્નની વયમર્યાદા ઘટાડીને 9 વર્ષ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ કાયદો ઇરાકના કાયદા મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં ઇરાકમાં પણ મહિલાઓની લગ્નની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે. આ બિલમાં એવી જોગવાઈ પણ છે કે કોઈપણ વ્યક્તિ પોતાના માટે છોકરો પસંદ કરી શકે છે કે તેના પારિવારિક મામલાઓનો નિર્ણય ધાર્મિક સત્તામંડળ અથવા કોર્ટ દ્વારા લેવામાં આવશે.
 
આ બિલ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, આનાથી ઉત્તરાધિકાર, છૂટાછેડા અને બાળકોની કસ્ટડી સહિતના ઘણા અધિકારોનું ઉલ્લંઘન કરશે. જો આ બિલ પસાર થઈ જશે તો છોકરીઓના લગ્ન 9 વર્ષની ઉંમરે અને છોકરાઓના લગ્ન 15 વર્ષની ઉંમરે થઈ શકશે. આવી સ્થિતિમાં લોકોને આશંકા છે કે આનાથી બાળ લગ્નનું પ્રમાણ વધશે. મહિલાઓ અને બાળ અધિકારો માટે ઘણા વર્ષોથી લડી રહેલા સંગઠનો માટે આ મોટા ઝટકા સમાન હશે.

માનવાધિકાર સંગઠનો, મહિલા સંગઠનો અને નાગરિક સમાજના કાર્યકરો આનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોનું માનવું છે કે, આનાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમાજ પર નકારાત્મક અસર જોવા મળશે. બાળલગ્નને પગલે શિક્ષણનું સ્તર નબળું રહેશે. નાની ઉંમરમાં ગર્ભધારણ અને ઘરેલું હિંસાના કેસોમાં પણ વધારો થશે. જણાવી દઈએ કે યુનિસેફના આંકડા પ્રમાણે ઈરાકમાં અત્યારે પણ 28 ટકા લોકોના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે.


ઈરાકના અમલ કબાશી કહે છે કે ઈરાક પહેલેથી જ પુરૂષ પ્રધાન સમાજ છે અને તેનાથી મહિલાઓના અધિકારોનું વધુ ઉલ્લંઘન થશે અને તેમની સામે અત્યાચાર વધશે. આ બિલ દ્વારા 1959ના કાયદામાં સુધારો કરવામાં આવશે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે આ કાયદો છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇસ્લામના નિયમોને જાળવી રાખવા માટે આ સુધારો જરૂરી છે.

આ સમાચાર શેર કરો