Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Five crew members on Mediterranean cruise ship infected with Hanta virus

મધદરિયે ક્રૂઝ શિપમાં પાંચ ક્રૂ મેમ્બરો હંટા વાયરસની ઝપેટમાં; નેધરલેન્ડ પહોંચતા જ આખું જહાજ કરાશે ક્વોરેન્ટાઈન

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
મધદરિયે ક્રૂઝ શિપમાં પાંચ ક્રૂ મેમ્બરો હંટા વાયરસની ઝપેટમાં; નેધરલેન્ડ પહોંચતા જ આખું જહાજ કરાશે ક્વોરેન્ટાઈન
સોર્સ : gstv

હંટાવાયરસે વિશ્વભરને ચિંતામાં મુકી દીધું હોય તેમ વધુ એક શિપ પર આફત ઉભી કરી દીધી છે. નવા રિપોર્ટ મુજબ આ વાયરસની ઝપેટમાં આવેલા ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયસ’ને લઈને નેધરલેન્ડ સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી સોમવારે નેધરલેન્ડના રોટરડેમ બંદરે પહોંચી રહેલા આ જહાજના મોટાભાગના ક્રૂ મેમ્બર્સને આગામી 6 અઠવાડિયા માટે ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે.

App Store

વાયરસ ફેલાતો અટકાવવા આકરા પગલાં

નેધરલેન્ડના આરોગ્ય મંત્રી સોફી હર્મન્સ અને વિદેશ મંત્રી ટોમ બેરેન્ડસને સંસદને જાણ કરી છે કે, શિપમાં ચેપી વાયરસ ફેલાતો અટકાવવા માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ આ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, જ્યારે અન્ય દેશોના નાગરિકોને સરકારી સુવિધામાં રાખવામાં આવશે.

પાંચ દેશોના નાગરિકો હંટાવાયરસની ઝપેટમાં

ઓપરેટર કંપની ‘ઓશનવાઈડ એક્સપિડિશન્સ’ના રિપોર્ટ અનુસાર, આ જહાજ પર હાલ 25 ક્રૂ મેમ્બર્સ અને બે તબીબી કર્મચારીઓ સહિત કુલ 27 લોકો સવાર છે. જેમાં ફિલિપાઈન્સના 17, નેધરલેન્ડના ચાર, યુક્રેનના ચાર, રશિયાનો એક અને પોલેન્ડના એક નાગરિકનો સમાવેશ થાય છે. 

ફિલિપાઈન્સના 17 ક્રૂ સભ્યો નેધરલેન્ડમાં જ ક્વોરેન્ટાઈન રહેશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ગાઈડલાઈનને ટાંકીને નેધરલેન્ડ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ ધ એન્વાયર્નમેન્ટ (RIVM)એ સલાહ આપી છે કે, ફિલિપાઈન્સના 17 ક્રૂ મેમ્બર્સે નેધરલેન્ડમાં જ ક્વોરેન્ટાઈન રહેવું પડશે. ફિલિપાઈન્સમાં સુવિધા ન હોવાના કારણે અને શ્રેષ્ઠ તબીબી સારવારના અભાવને કારણે આ નિર્ણય લેવાયો છે.