મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: પાકિસ્તાન સાથે સંબંધો પર અમેરિકાનું મોટું નિવેદન

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથેના સંબંધો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો અને તેની ભૌગોલિક સ્થિતિને કારણે અમેરિકા તેની સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખશે. જોકે, રુબિયોએ ભારતને ખાતરી આપી કે અમેરિકા આતંકવાદ અને તેને આશરો આપનારા દેશોની વિરુદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે સીધા સંપર્ક દ્વારા ભારતની સુરક્ષા સંબંધિત ચિંતાઓ રજૂ કરી શકાશે. સરહદ પારના આતંકવાદ અને ઘૂસણખોરી રોકવા માટે પાકિસ્તાન પર દબાણ લાવવામાં પણ આ સંવાદ ઉપયોગી બની શકે છે.

આ સમાચાર શેર કરો