ફૂટબોલ મેદાનમાં મેચ દરમિયાન ફાયરિંગ, પાંચ લોકોના મૃત્યુ
ફૂટબોલ જગતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હત

ફૂટબોલ જગતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જ્યારે ફૂટબોલ મેચ દરમિયાન ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. જો કે આ ફાયરિંગમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ફાયરિંગનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે
પોલીસે જણાવ્યું કે ગોળીબાર સોમવારે મોડી રાત્રે જમૈકાની રાજધાની કિંગ્સટનમાં એક મેચ દરમિયાન થયો હતો. પોલીસ ફાયરિંગનું કારણ શોધી રહી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જમૈકાના અખબાર અનુસાર, ફૂટબોલ મેચ પ્લેઝન્ટ હાઇટ્સમાં યોજાઈ રહી હતી, જે ભૂતકાળમાં હિંસાથી પ્રભાવિત હતી. પ્લેઝન્ટ હાઇટ્સ અગાઉ વેરીકા હિલ્સ તરીકે ઓળખાતી હતી.
પોલીસે આ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ લાદી દીધો હતો
ફાયરિંગ બાદ પોલીસે આ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવી દીધો હતો. ફાયરિંગ શા માટે થયું અને તેનું કારણ શું? સત્તાધીશો તરફથી પણ આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. કિંગ્સ્ટન પૂર્વ પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ટોમલી ચેમ્બર્સે જણાવ્યું હતું કે ગોળીબાર રાત્રે 8 વાગ્યાના થોડા સમય પછી થયો હતો, ગ્લેનર અહેવાલ આપે છે. ઘાયલ લોકોની સંખ્યા સ્પષ્ટ નથી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ તાજેતરની ઘટના ગેંગ વોર સાથે સંબંધિત છે કે કેમ તે નક્કી કરવામાં સમય લાગશે. પરંતુ તેમણે કહ્યું કે આ વિસ્તારમાં અપરાધ અને હિંસા ઘટાડવા માટે પ્રગતિ થઈ રહી છે.






