Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : End of the US-Iran war or a catastrophe? Final decision today after 3 months of conflict

અમેરિકા-ઇરાન યુદ્ધનો અંત કે મહાવિનાશ? 3 મહિનાના સંઘર્ષ બાદ આજે આખરી ફેંસલો

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા-ઇરાન યુદ્ધનો અંત કે મહાવિનાશ? 3 મહિનાના સંઘર્ષ બાદ આજે આખરી ફેંસલો
સોર્સ : gstv

US Iran draft agreement MoU 2026: અમેરિકા, ઇરાન અને આ વિવાદમાં મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાન તરફથી શનિવારે સત્તાવાર નિવેદન આવ્યું છે કે, લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને સમાપ્ત કરવા માટેની વાતચીતમાં મોટી સફળતા મળી છે. ઇરાનની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને ઇરાનના ટોચના અધિકારીઓ સાથેની બેઠક બાદ હવે એક શાંતિ કરાર એટલે કે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને (MOU) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

App Store

3 તબક્કાનો શાંતિ પ્લાન

સૂત્રો મુજબ આ પ્રસ્તાવિત કરાર મુખ્ય 3 તબક્કામાં લાગુ થશે: પ્રથમ- ઔપચારિક રીતે યુદ્ધનો અંત લાવવો, દ્વિતીય- હોર્મુઝની ખાડીનું સંકટ ઉકેલવું અને ત્રીજુ- વ્યાપક સમજૂતી માટે 30 દિવસની વાટાઘાટોની વિન્ડો ખોલવી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે આ ડ્રાફ્ટ પર અંતિમ નિર્ણય લેવાની વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, કાં તો અમે એક સારો કરાર કરીશું અથવા હું તેમને નરકમાં ધકેલી દઈશ. વાટાઘાટો માટે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ વીકેન્ડ પર યોજાનારા તેમના પુત્રના લગ્નમાં જવાનું પણ ટાળ્યું છે, જેથી તેઓ વોશિંગ્ટનમાં રહીને આ સંકટ પર નજર રાખી શકે.

ખાડી દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની ઇમરજન્સી બેઠક

એક આરબ અધિકારીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આજે જ (શનિવારે) સાઉદી અરેબિયા, કતાર, યુએઈ (UAE), ઇજિપ્ત, તુર્કી અને પાકિસ્તાનના સર્વોચ્ચ નેતાઓ સાથે ફોન પર એક ઇમરજન્સી કોન્ફરન્સ કોલ કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાનની મધ્યસ્થતાના કારણે યુદ્ધવિરામ છતાં બંધ પડેલા હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવા અને વૈશ્વિક ઉર્જા બજારને સ્થિર કરવા માટે ખાડી દેશોનું સમર્થન મેળવવું અમેરિકા માટે ખૂબ જરૂરી છે.

અમેરિકાની 3 આકરી શરતો, ઇરાનનો પલટવાર

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિઓએ નવી દિલ્હીથી પત્રકારોને જણાવ્યું કે, વાતચીતમાં પ્રગતિ થઈ છે અને આગામી એક-બે દિવસમાં કોઈ મોટી જાહેરાતની શક્યતા છે. જોકે, તેમણે અમેરિકાની શરતો પણ પુનરાવર્તિત કરી હતી. 

1. ઇરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે.

2. હોર્મુઝની ખાડીમાં કોઈપણ ટેક્સ વગર તમામ પ્રકારના શિપિંગ માટે ખુલ્લો રહેશે.

૩. ઇરાને પોતાનું સંવર્ધિત યુરેનિયમ સોંપવું પડશે.

બીજી તરફ ઇરાને પણ આકરા પ્રહારો કર્યા હતા. 

બીજી તરફ, ઇરાને પરમાણુ હથિયાર બનાવવાની વાત નકારી કાઢી છે અને નાગરિક હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનનો પોતાનો અધિકાર ગણાવ્યો છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ જણાવ્યું કે, વિવાદો ઘટ્યા છે, પરંતુ હજુ પણ મધ્યસ્થો દ્વારા ચર્ચા બાકી છે. આપણે આગામી 3-4 દિવસ રાહ જોવી પડશે. ઇરાનના ટોચના અધિકારી મોહમ્મદ બાકેર કાલીબાફે અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, જો અમેરિકાએ મૂર્ખામીપૂર્વક ફરીથી યુદ્ધ શરૂ કર્યું, તો તેના પરિણામો યુદ્ધની શરૂઆત કરતાં પણ વધુ શક્તિશાળી અને કડવા હશે.