Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Elon Musk's 'X' suffers major setback in Australia: Fined $465,000

Elon Musk ની 'X'ને ઓસ્ટ્રેલિયામાં મોટો ઝટકો: 4.65 લાખ ડોલરનો દંડ કરાયો

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
Elon Musk ની 'X'ને ઓસ્ટ્રેલિયામાં મોટો ઝટકો: 4.65 લાખ ડોલરનો દંડ કરાયો
સોર્સ : gstv

નવી દિલ્હી : સોશિયલ મીડિયા સાઇટ એક્સનો મુસીબતો પીછો છોડતી લાગતી નથી. ઓસ્ટ્રેલિયન જજે એક્સ કોર્પોરેશનને ૬.૫૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (૪.૬૫ લાખ અમેરિકન ડોલર)નો દંડ ફટકાર્યો છે. ઓનલાઇન ઓબ્ઝર્વરને ૨૦૨૩માં  બાળકોની જાતીય સતામણીના વિષયના સંદર્ભમાં વિગતો પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. 

App Store

ફેડરલ કોર્ટના જજ માઇકલ વ્હીલહને ટેક્સાસ સ્થિત સોશિયલ મીડિયા જાયન્ટને ઇસેફટી કમિશ્નર જુલી ઇનમાન ગ્રાન્ટને ૪૫ દિવસની અંદર એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (૭૧ હજાર અમેરિકન ડોલર)ની ચૂકવણી કરવા આદેશ આપ્યો છે.

આ ચુકાદાના પગલે એક્સન ત્રણ વર્ષની કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે. તેમા એક્સની દલીલ હતી કે તે ઇસેફટી કમિશનના સવાલોનો જવાબ આપવા બંધાયેલું નથી. તેના કારણે કોર્ટે કંપનીની બરોબરની ઝાટલણી કાઢી હતી. 

એક્સે કબૂલ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ઓનલાઇન સેફટી એક્ટનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. આ કાયદા મુજબ ઇસેફટીના સવાલોનો જવાબ આપવાનો હોય છે. આ જવાબ ન આપવા બદલ કંપનીને ૨૨ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ નોટિસ ગઈ હતી. એક્સે તેના પછી ૨૯ માર્ચ સુધીમાં જવાબ આપવાના હતા.  એક્સના વકીલે જણાવ્યું હતું કે ઇસેફટી તેમના પર પાંચ મે ૨૦૨૩ પછીની સ્થિતિ માટે નિયમોનો ભંગ થયાનો આરોપ મૂકી ન શકે. તેનું કારણ એ છે કે કંપની આ સમયે પરિવર્તનની સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. તેનેું મેનેજમેન્ટ બદલાયુ હતુ. અબજપતિ મસ્કે કંપનીને ટેકઓવર કરી હતી.

ઇસેફટીએ ટ્વિટરને નોટિસ મોકલી હતી, જે કંપની માર્ચ ૨૦૨૩ના રોજ એક્સમાં મર્જ થઈ ગઈ હતી. જો કે એક્સ અને ઇસેફટી તે વાત પર સંમત થયા છે કે દંડ યોગ્ય છે.