મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

દુનિયાભરમાં ઠપ્પ થયું એલોન મસ્કનું X પ્લેટફોર્મ, એરર આવતાં લાખો યુઝર્સ થયા હેરાન

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (Twitter) બુધવાર (28 ઓગસ્ટ 2024) ના રોજ વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ

દુનિયાભરમાં ઠપ્પ થયું એલોન મસ્કનું X પ્લેટફોર્મ, એરર આવતાં લાખો યુઝર્સ થયા હેરાન

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (Twitter) બુધવાર (28 ઓગસ્ટ 2024) ના રોજ વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ ગયું. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની માલિકીની Xની સેવાઓ થોડા સમય માટે સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી. જેને પગલે ઘણાં યુઝર્સને પોસ્ટ કરવામાં તકલીફ આવી રહી હતી. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આઉટેજ ટ્રૅકિંગ વેબસાઇટ Downdetector.com પર યુઝર્સે X ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. યુ.એસ.માં 36,500 થી વધુ યુઝર્સે X ડાઉન હોવાનું જણાવ્યું હતું. કેનેડામાં 3300 કરતાં વધુ યુઝર્સ, યુકેમાં 1600 અને ભારતમાં 700 કરતાં વધુ યુઝર્સ દ્વારા X આઉટેજની જાણ કરવામાં આવી હતી.

પોસ્ટ કરવામાં પડી તકલીફ 

X ડાઉન હોવાને કારણે યુઝર્સને તેમની પોસ્ટ જોવા મળતી નહોતી. યુઝર્સની સ્ક્રીન ઉપર 'something went wrong, try reloading' અને 'Try Reloading' જેવા મેસેજ જોવા મળી રહ્યા હતા. આ આઉટેજનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કંપનીએ પણ હજુ સુધી આ આઉટેજ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

આવું પહેલીવાર નથી બન્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન ગયું હોય. આ મહિનાની શરૂઆતમાં Xની સેવાઓ થોડા સમય માટે ડાઉન હતી. આ આઉટેજમાં પણ યુઝર્સને એપમાં પોસ્ટ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. X પર યુઝર્સે આ આઉટેજને લઈને ઘણા મીમ્સ પણ શેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો