Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Elon Musk's fortune increases by Rs454 crore every hour,

VIDEO: એલન મસ્કની સંપત્તિમાં દર કલાકે ₹454 કરોડનો વધારો, એક કલાકની કમાણીથી 405 કિમી રોડ બની શકે!

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં 2026 દરમિયાન એવી ઝડપથી વધારો થયો છે કે આ આંકડા ચોંકાવી દે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમની સંપત્તિમાં આ વર્ષે 310 અબજ ડોલર એટલે કે આશરે ₹29.85 લાખ કરોડનો વધારો થયો છે. જો આ વધારાને કલાક પ્રમાણે ગણવામાં આવે તો મસ્કની સંપત્તિમાં દર કલાકે આશરે ₹454 કરોડનો વધારો થયો છે.

App Store

સોમવારે પણ મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 62.6 અબજ ડોલરનો જંગી વધારો નોંધાયો હતો. 6.8 ટકાના ઉછાળા બાદ તેમની કુલ સંપત્તિ વધીને 977 અબજ ડોલર થઈ ગઈ હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર, 12 ઓગસ્ટ બાદ ડોલરના મામલે એક જ દિવસમાં આ તેમની સૌથી મોટી સંપત્તિ વૃદ્ધિ હતી.

₹454 કરોડમાં શું-શું બની શકે?

મસ્કની એક કલાકની સંપત્તિ વૃદ્ધિ એટલે કે ₹454 કરોડની રકમ ભારતમાં વિકાસના અનેક મોટા કામો માટે પૂરતી થઈ શકે છે. અંદાજ મુજબ આ રકમથી આશરે 405 કિલોમીટર ગ્રામીણ રસ્તો બનાવી શકાય છે.

આ ઉપરાંત ₹454 કરોડમાં આશરે 31 કેન્દ્રીય વિદ્યાલય જેવા શાળાના મકાનો ઊભા કરી શકાય છે. જો એક નાના કે મધ્યમ હોસ્પિટલના નિર્માણ પાછળ આશરે ₹10 કરોડનો ખર્ચ માનવામાં આવે તો આ રકમથી લગભગ 45 હોસ્પિટલો પણ બનાવી શકાય.

મસ્કની સંપત્તિમાં આ વર્ષે ₹29.85 લાખ કરોડનો ઉછાળો

બ્લૂમબર્ગના આંકડા અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં મસ્કની સંપત્તિમાં આ વર્ષે 310 અબજ ડોલરનો વધારો થયો છે. આ વધારો બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં સામેલ અબજોપતિઓની કુલ સંપત્તિમાં થયેલા વધારાનો આશરે 40 ટકા હિસ્સો છે.

SpaceX અને તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAIના મર્જર (Merger) બાદ મસ્ક થોડા સમય માટે દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર (Trillionaire) પણ બન્યા હતા.

100 ટેક અબજોપતિઓની સંપત્તિમાં રેકોર્ડ વધારો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, વિશ્વના 500 સૌથી અમીર લોકોમાં સામેલ આશરે 100 ટેક અબજોપતિઓની સંયુક્ત સંપત્તિમાં 30 સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે 845 અબજ ડોલરનો વધારો થયો છે. વર્ષના પ્રથમ નવ મહિનામાં થયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.

ટેક અબજોપતિઓની કુલ સંપત્તિ 4.6 ટ્રિલિયન ડોલર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં આવેલી તેજી અને અમેરિકાની ટેક કંપનીઓના શેરમાં આવેલા જોરદાર ઉછાળાએ ટેક અબજોપતિઓની સંપત્તિને નવી ઊંચાઈએ પહોંચાડી છે. હવે આ અબજોપતિઓની કુલ સંપત્તિ આશરે 4.6 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.

આ રકમ બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં સામેલ કુલ સંપત્તિના લગભગ 36 ટકા જેટલી છે. બીજી તરફ ટેકનોલોજી ક્ષેત્રની બહારના અબજોપતિઓની સંયુક્ત સંપત્તિમાં આ સમયગાળા દરમિયાન 62 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.

વિશ્વના ટોચના 10 અમીરોમાં અમેરિકાનો દબદબો

10 સપ્ટેમ્બર બાદ દુનિયાના 10 સૌથી અમીર લોકોમાં તમામ અમેરિકન રહ્યા હતા. બ્લૂમબર્ગે વર્ષ 2012માં અબજોપતિઓની રેન્કિંગ શરૂ કર્યા બાદ આવું પ્રથમ વખત બન્યું છે.

ટોચના 10 અમીરોમાંથી નવની સંપત્તિ અમેરિકાની ટેક કંપનીઓ સાથે જોડાયેલી છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક સંપત્તિ સર્જનમાં અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીનો દબદબો કેટલો વધી રહ્યો છે.

માઈકલ ડેલની સંપત્તિમાં 81 ટકાનો વધારો

Dell Technologiesના સ્થાપક માઈકલ ડેલની સંપત્તિમાં પણ આ વર્ષે મોટો વધારો થયો છે. તેમની સંપત્તિ 81 ટકા વધીને 254 અબજ ડોલર થઈ ગઈ છે.

Meta Platformsના શેરમાં આવેલા ઉછાળાને કારણે માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં પણ 23 અબજ ડોલરનો વધારો થયો છે. આ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેક કંપનીઓના શેરમાં તેજી વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહી છે.