VIDEO: રાજકોટ પીજીવીસીએલની બાકી બિલ વસૂલાતની મેગા ડ્રાઇવ
સોર્સ : gstv
રાજકોટ પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે શરૂ કરવામાં આવેલી મેગા ડ્રાઇવને પ્રથમ દિવસે જ મોટી સફળતા મળી છે. પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાંથી કુલ 48 કરોડ રૂપિયાની બાકી બિલની વસૂલાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3.92 લાખ ગ્રાહકો પાસેથી 159 કરોડ રૂપિયાની વસૂલાત બાકી હતી. જેમાં સૌથી વધુ જામનગરમાંથી 7 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેરમાંથી 5.9 કરોડ અને રાજકોટ ગ્રામ્યમાંથી 5.14 કરોડ રૂપિયાના બાકી બિલની વસૂલાત થઈ છે. આ ઉપરાંત ભાવનગર, ભુજ, સુરેન્દ્રનગર, મોરબી અને જૂનાગઢમાંથી પણ બાકી વીજ બિલની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલની આ કાર્યવાહીથી બાકીદારો પાસેથી વસૂલાતની કામગીરીને વેગ મળ્યો છે.

