VIDEO: ગોધરા: એમજીવીસીએલની ઘોર બેદરકારીથી લાખોનું નુકસાન
સોર્સ : gstv
ગોધરાના બામરોલી રોડ પર આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં ટ્રાન્સફોર્મર પર કટ-ઓફ કે ફ્યુઝ બોક્સ ન હોવાથી અચાનક વીજ વોલ્ટેજમાં ભારે વધઘટ થઈ હતી. હાઈ-વોલ્ટેજના કારણે સર્જાયેલા શોર્ટ સર્કિટથી 80થી વધુ મકાનો પૈકી મોટાભાગના ઘરોમાં એસી, વોશિંગ મશીન અને ચીમની જેવાં મોંઘા સાધનો ક્ષણભરમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં કામગીરી ન થતાં રોષે ભરાયેલા લોકોએ નુકસાનના વળતર અંગે સવાલો ઉઠાવ્યા છે. રજૂઆત દરમિયાન એક યુવકે વીજ કર્મચારીને રીતસર પગે લાગીને વિનંતી કરી હતી.

