Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha: Negligence of UGVCL in Himmatnagar, customers hit with hefty bill despite having solar panels

VIDEO: સાબરકાંઠા: હિંમતનગરમાં યુજીવીસીએલની બેદરકારી, સોલાર પેનલ હોવા છતાં ગ્રાહકને ફટકાર્યું ભારેખમ બિલ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં યુજીવીસીએલની મોટી બેદરકારી સામે આવી છે. ગામમાં રહેતા રાજેશભાઈ દેસાઈના ઘરે છેલ્લા બે વર્ષથી સોલાર પેનલ કાર્યરત છે, જેનાથી સામાન્ય રીતે મહિને ૪૦૦ થી ૫૦૦ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે અને ગ્રાહકને વળતર મળવું જોઈએ. પરંતુ નવા ડિજિટલ મીટર આવ્યા બાદ વીજ કંપનીએ અચાનક ૧૪,૭૧૮ રૂપિયાનું ભારેખમ વીજબિલ મોકલી આપ્યું હતું. મહેસાણા કચેરીમાં યોગ્ય ઉકેલ ન મળતાં ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અવાજ ઉઠાવ્યો હતો. આ મામલે રજૂઆત થતાં હિંમતનગરના રણાસણ ફીડરે પોતાની ભૂલ સ્વીકારીને બિલ સુધારી આપવાની ખાતરી આપી છે. આ ઘટનાથી ડિજિટલ મીટર સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

App Store