મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જાપાનના દક્ષિણ વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Japan Earthquake : જાપાનના દક્ષિણમાં સ્થિત ક્યુશુ ટાપુમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપના કારણે

જાપાનના દક્ષિણ વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Japan Earthquake : જાપાનના દક્ષિણમાં સ્થિત ક્યુશુ ટાપુમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપના કારણે ક્યુશુ ટાપુના પૂર્વ અને દક્ષિણ કિનારા તેમજ શિકોકુના દક્ષિણ કિનારા માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ગુરુવારે સવારે જાપાનના દક્ષિણી ટાપુ ક્યુશુમાં એક પછી એક બે મોટા ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો. તેના થોડા સમય પછી, બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.1 હતી.

જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જાહેર કરી

ભૂકંપને કારણે, જાપાન હવામાન એજન્સી (JMA)એ ટાપુના દરિયાકાંઠાના વિસ્તાર માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 હતી અને તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટરની ઊંડાઈએ હતું. બે ધરતીકંપોએ ક્યુશુના દક્ષિણ કિનારે અને નજીકના શિકોકુ ટાપુ પર 1 મીટર ઊંચા મોજાંની આગાહી કરતાં ચેતવણી જાહેર  કરવાની સૂચના આપી છે.

બચાવ કામગીરી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના

જાપાન સરકારે બચાવ કામગીરી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. જાપાન પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયરની નજીક સ્થિત છે, જે તેને વિશ્વના સૌથી વધુ ભૂકંપ-સંભવિત વિસ્તારોમાંનું એક બનાવે છે. માર્ચ 2011માં, 9.1ની તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ સુનામીએ જાપાનના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના મોટા વિસ્તારોને તબાહ કરી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 20,000 લોકો માર્યા ગયા હતા. તેના ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને પણ નુકસાન થયું હતું.

આ સમાચાર શેર કરો