Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Donald Trump's warning against Iran, saying "Iran is playing a joke on the United States and the rest of the world"

ઈરાન સામે ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, કહ્યું "ઈરાન સંયુક્ત-રાજ્ય અમેરિકા અને બાકીની  દુનિયા સાથે મજાક કરી રહ્યું છે"

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન સામે ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, કહ્યું "ઈરાન સંયુક્ત-રાજ્ય અમેરિકા અને બાકીની  દુનિયા સાથે મજાક કરી રહ્યું છે"
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાયકાઓ સુધી અમેરિકાની ઠેકડી ઉડાડવાનો ઈરાન ઉપર આક્ષેપ કર્યો છે. સાથે કહ્યું કે, હવે ટુંક સમયમાં જ તે તેમ નહીં કરી શકે. જો કે, તેઓએ ઈરાનના શાંતિ પ્રસ્તાવ અંગે ફરી ટીપ્પણી કરી ન હતી. સાથે તેટલું તો ચોક્કસ કહ્યું કે, ઈરાન સંયુક્ત-રાજ્ય અમેરિકા અને બાકીની  દુનિયા સાથે, મજાક કરી રહ્યું છે. 47 વર્ષ સુધી તે મજાક કરી રહ્યું છે. અને દુનિયા સામે ખેલ ખેલી રહ્યું છે, પરંતુ હવે તેઓ તેમ કરી શકશે નહીં.

App Store

તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા ઈરાનના સમૃધ્ધ યુરેનિયમ ભંડારો ઉપર નજર રાખી રહ્યું છે. અમેરિકા તે સ્થળોએ પહોંચવા કોઇ પણ પ્રયાસ કરશે. તેમાં સૈન્ય કાર્યવાહી પણ સામેલ હશે.

રવિવારે સ્વતંત્ર પત્રકાર શેરિલ એટકિન્સન સાથેની મુલાકાતમાં પ્રમુખે કહ્યું કે, યુરેનિયમ ભંડારો અંગે સમજૂતી ન સધાય તો તે ઉડાડી દેવાની પણ અમેરિકા પાસે ક્ષમતા છે.

અમેરિકાની ગુપ્તચર માહિતી ઘણી વિશાળ છે, તેમ કહેતાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, (અમેરિકાનું) સ્વતંત્ર ફોર્સ તેવું કરનાર વ્યકિત વિષે પૂરી માહિતી આપી શકે તેમ છે, તે તેનું નામ, એડ્રેસ અને બેજ નંબર પણ જણાવી શકે તેમ છે.

આ સાથે તેમણે ઈરાનને સેવાકીય દ્રષ્ટિએ પરાજિત થયેલો દેશ પણ કહ્યો હતો અને જણાવ્યું કે રક્ષણાત્મક તથા આક્રમક તેમ બંને દ્રષ્ટિએ ઈરાન ખતમ થઈ ગયું છે.