Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભાગ્ય એક જ વર્ષમાં બદલાઈ ગયું, બેગણી સંપત્તિ થઈ, જાણો

Donald Trump Wealth: જગત જમાદાર બની બેઠેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5.1

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભાગ્ય એક જ વર્ષમાં બદલાઈ ગયું, બેગણી સંપત્તિ થઈ, જાણો

Donald Trump Wealth: જગત જમાદાર બની બેઠેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5.1 બિલિયન ડોલરની કુલ સંપત્તિની સાથે વર્ષ-2025 ફોર્બ્સ બિલિયનેયર્સ લિસ્ટમાં 700મું સ્થાન મેળવ્યું છે. માત્ર 12 મહિના અગાઉ તેઓનું નાણાકીય ભવિષ્ય કટોકોટીભર્યું લાગી રહ્યું હતું. આ ઉપરાંત તેઓ ઘણા કાયદાકીય કેસોમાં ફસાયેલા હતા અને કોર્ટની સુનાવણીઓનો સામનો કરી રહ્યા હતા. પરંતુ ગત 12 મહિનામાં તેઓએ પોતાના સંપત્તિ બેગણી કરી લીધી છે. ટ્રમ્પની નાણાકીય સમસ્યા 2024માં ત્યારથી શરૂ થઈ, જ્યારે ન્યૂયોર્કની એક કોર્ટે શરતોની માટે પોતાની સંપત્તિને વધારવા તેઓની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. ન્યૂયોર્કના એટર્ની જનરલ જેમ્સે તેઓની જાણીતી 40 વોલ સ્ટ્રિટ બિલ્ડિંગ સહિત તેઓની સંપત્તિ ટાંચમાં લેવાનો સંકેત પણ આપ્યો. એક સમયે ટ્રમ્પની પાસે આશરે 413 મિલિયન ડોલર જ બચ્યા હતા, જેના લીધે તેઓના ભવિષ્ય પર સંકટના વાદળ છવાઈ ચુક્યા હતા. 


આટલી સમસ્યાઓ વેઠયા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક પરત ફર્યા અને જોતજોતામાં બધું જ બદલાઈ ગયું. તેઓની કાયદાની ટીમે કોર્ટને સંપત્તિ રોકવા માટે 454 મિલિયન ડોલરથી ઘટાડીને 175 મિલિયન ડોલર કરવા માટે મનાવી લીધા, જેનાથી તેઓને બધું બદલવા માટે સમય મળી ગયો. ટ્રમ્પ વિલંબકારી રણનીતિ માટે જાણીતા છે. જે ઘણીવાર તાબડતોબ જીકથી વધુ મોંઘા સાબિત થયા છે.

જાહેરાત

ટ્રથ સોશિયલને જાહેર કર્યું
છેલ્લે ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું પગલું ઉપાડયું, જેનાથી ઘણું બદલાઈ ગયું. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલની પેરેન્ટ કંપનીને પબ્લિશ કરી દીધી. ટ્રુથ સોશિયલને આર્થિક નુકસાન થયા છતા પણ ટ્રમ્પના વફાદાર ટેકેદાર કંપનીના સ્ટોક્સ પર તૂટી પડયા. જેનાથી શેરના ભાવ ઘણાં ઉચકાયા. જો કે, પછીથી સ્ટોકમાં 72 ટકા ઘટાડો પણ આવ્યો, પરંતુ માર્ચ-2025 સુધી ટ્રમ્પની પાસે હજી પણ 2.6 બિલિયનની હિસ્સેદારી હતી, જેથી ઉલ્લેખનીય સંપત્તિમાં વધારો કરવામાં યોગદાન આપ્યું હતું.

અસલ ગેમ અહીંથી બદલાઈ
જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે નાણાકીય સંકટ પર અસલ ગેમ ક્રિપ્ટોકરન્સીથી બદલાઈ. ઑક્ટોબર-2024માં ટ્રમ્પે વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સ્યિલ લોંચ કર્યું, જે રોકાણકારો માટે એક ક્રિપ્ટો પ્રોજેક્ટ છે. પોતાના શરૂઆતના ગાળાની અસ્પષ્ટતા ટ્રમ્પની રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી આ પ્રોજેક્ટની કિંમતમાં ભારે ઉછાળો નોંધાયો, જે ક્રિપ્ટો ઉદ્યમી જસ્ટિન સનના પ્રચારથી પ્રેરિત હતો. આ બિઝનેસે તેમને છેલ્લે ટ્રમ્પની સંપત્તિમાં 245 મિલિયન ડોલરની ચોંકાવનારી વૃદ્ધિ નોઁધાવી હતી.

ડિજિટલ ટોકન પણ લૉંચ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં ન રોકાતા તેઓએ ટ્રમ્પ ડોલરને લૉંચ કર્યો, જે ટ્રેડર્સ માટે એક ડિજિટલ ટોકન છે. આ પગલાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું, જેમાં આશરે 350 મિલિયન ડોલરની ફી મળી હતી. જેમાં ટેક્સ પછી ટ્રમ્પના ભાગે કથિત રીતે 110 મિલિયન ડોલરથી વધુ થયા. વર્ષ-2024ના અંત સુધી ટ્રમ્પના ક્રિપ્ટોકરન્સી વેંચર્સે તેઓને આશરે 800 મિલિયનની લિક્વિડિટી અપાવી હતી. જેનાથી તેઓ ઘણા લોકોની નજરમાં ક્રિપ્ટો કિંગ બની ગયા અને તેઓની સંપત્તિમાં પણ ખૂબ વધારો થયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત