નેપાળમાં ફરી તબાહીના એંધાણ! ચીનની ચેતવણી બાદ વણસી સ્થિતિ, મૃત્યુઆંક ૪૦૦ને પાર

નેપાળ (Nepal)માં આ અઠવાડિયે આવેલા ભયાનક પૂર (Flood) અને અચાનક આવેલા જળપ્રલય (Flash Flood) બાદ સ્થિતિ હજુ પણ ગંભીર છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં લગભગ 400 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 1,400થી વધુ લોકો હજુ પણ લાપતા (Missing) હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ચીન (China) અને નેપાળે આગામી દિવસોમાં ફરી પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે.
નેપાળ-ચીન સરહદ (Nepal-China Border) નજીક નદીના પ્રવાહમાં મलबો અને ભૂસ્ખલન (Landslide)ના કારણે અવરોધ ઊભો થયો છે. તેના કારણે પાણી એકઠું થઈને નવી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો આ પાણીનો દબાણ વધશે અને કુદરતી અવરોધ તૂટશે તો અચાનક ફરી પૂર આવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
નેપાળની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (Disaster Management Authority)એ લોકોને નદીના કિનારા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ (Tourists) અને રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને સાવચેત રહેવા જણાવાયું છે.
મૃતકોની સંખ્યા 400ની નજીક
નેપાળમાં થયેલી આ આપત્તિમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે નેપાળ તરફ મૃત્યુઆંક 359 સુધી પહોંચ્યો છે, જ્યારે ચીનના તિબેટ વિસ્તારમાં પણ ત્રણ લોકોનાં મોત થયા છે. બંને દેશોમાં મળીને મૃત્યુઆંક લગભગ 400ની નજીક પહોંચી ગયો છે.
રાહત અને બચાવ ટીમો (Rescue Teams) હજુ પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહી છે. પૂરનાં પાણી અને કાટમાળના ભારે પ્રવાહે અનેક મકાનો, રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચાડ્યું છે. ઘણા વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે.
અનેક દેશોના નાગરિકો લાપતા
આ દુર્ઘટનામાં માત્ર નેપાળના જ નહીં, પરંતુ અનેક દેશોના નાગરિકો પણ લાપતા થયા છે. નેપાળમાં 910 લોકો લાપતા હોવાનું જણાવાયું છે, જેમાં 517 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 50 વિદેશી નાગરિકોને હવાઈ માર્ગે બચાવવામાં આવ્યા છે.
ભારતના 288 નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. તેમાં પાવર પ્રોજેક્ટ (Power Project) પર કામ કરતા 73 લોકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના 90, મલેશિયાના 51, યુક્રેનના 55, ઓસ્ટ્રેલિયાના 39 અને બ્રિટનના 33 નાગરિકો પણ લાપતા હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત કેનેડા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, જાપાન, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ સહિત અનેક દેશોના પ્રવાસીઓ અને નાગરિકોનો પણ સંપર્ક થઈ રહ્યો નથી.
આગામી ત્રણ દિવસ મહત્વપૂર્ણ
ચીન તરફથી મળેલી ચેતવણીને કારણે આગામી ત્રણ દિવસ નેપાળ માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે નદીના ઉપરવાસમાં રહેલો અવરોધ ગમે ત્યારે તૂટી શકે છે. જો આવું થશે તો બીજી વખત અચાનક પૂર (Flash Flood) જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સ્થાનિક પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને નદી-નાળાથી દૂર રહેવાની અપીલ કરી છે.

