VIDEO: સુરતના ત્રણ લોકો નેપાળમાં ગુમ, તંત્ર પરિવાર સાથે સંપર્કમાં
સોર્સ : gstv
નેપાળમાં સર્જાયેલી દુર્ઘટનામાં સુરતના ત્રણ લોકો ગુમ છે. આ ઘટનાને પગલે સુરત ડિઝાસ્ટર વિભાગ હરકતમાં આવ્યું છે અને ગુમ થયેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુમ થનારાઓમાં પરેશ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પરેશભાઈ પટેલ અને મીનાક્ષીબેન સંજયભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ અંગે માહિતી આપનાર કોલર ગીતાબેન પટેલ પણ હાલ ફોન ન ઉપાડતાં હોવાથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.

