VIDEO: સુરતના SGCCI અને UP સરકાર વચ્ચે ઐતિહાસિક MoU, ૧૦ હજાર યુવાનોને મળશે રોજગારી
સોર્સ : gstv
સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે એક ઐતિહાસિક MoU કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ UPના ૧૦ હજારથી વધુ યુવાનોને ૩થી ૬ મહિનાની સ્કિલ ટ્રેનિંગ અને એપ્રેન્ટિસશિપ આપવામાં આવશે. તાલીમ બાદ યુવાનોને સુરત તેમજ દક્ષિણ ગુજરાતની ટેક્સટાઈલ, ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં કાયમી રોજગારી પૂરી પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૨ વર્ષમાં ૧૦ હજાર લોકોને રોજગાર આપવાનો લક્ષ્યાંક છે, જેમાં મિનિમમ વેજ કરતાં ૨૦% વધુ પગાર આપવાની ચર્ચા છે. SGCCIના રવિરાજ દેસાઈના જણાવ્યા મુજબ, આ પહેલથી ઉદ્યોગોને કુશળ માનવબળ અને શ્રમિકોને સ્થાયી રોજીરોટી મળશે.

