VIDEO: સુરતના માંડવીમાં શિક્ષક દંપતીના ઘરે લૂંટ વિથ મર્ડર: ૨૨ વર્ષીય યુવતીની કરૂણ હત્યા
સોર્સ : gstv
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ટેકરી ફળિયામાં રહેતા શિક્ષક દંપતીના ઘરમાં લૂંટ વિથ મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગત રોજ પરિવાર બહારગામ ગયો હોવાથી ઘરમા એકલી ૨૨ વર્ષીય યુવતી નિધિ પટેલના બંને હાથ બાંધી, ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. લૂંટારુઓ ઘરમાંથી રોકડ-માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતાં જ માંડવી પોલીસ અને એલસીબી કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે માંડવી રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં ફોરેન્સિક રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે.

