VIDEO: સુરતના ભેસ્તાનમાં જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા
સોર્સ : gstv
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસ પાસે રાત્રિના સમયે હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા સલમાન રુસ્તમ સૈયદ નામના યુવક પર અજાણ્યા શખ્સોના ટોળાએ તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાંચ-છ દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલીની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. મૃતક યુવક પત્ની અને ત્રણ બાળકોનો સહારો હતો. બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યારે પીડિત પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે.

