Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : In Pipodara GIDC, Surat, smugglers broke the locks of 7 shops simultaneously.

VIDEO: સુરતના પીપોદરા GIDCમાં તસ્કરોએ એકસાથે ૭ દુકાનોના તાળા તોડી મચાવ્યો ઉત્પાત

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા GIDC વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલા રાધે સિલ્વર પાર્કની મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને એકસાથે સાત જેટલી દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ મેડિકલ, ચાની લારી, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણા સહિતની દુકાનોના તાળા તોડીને અંદરથી રોકડ રકમ તેમજ સિગારેટ સહિતના સામાનની ચોરી કરી હતી. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરો બિન્દાસ્ત અને ઠંડા કલેજે ચોરી કરતા નજરે પડે છે. ઘટનાની જાણ કરવા છતાં પોલીસ કલાકો સુધી ન પહોંચતા સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

App Store