VIDEO: સુરતના ગોડાદરા વિસ્તારમાં રોડની વચ્ચે ભુવો પડતા વાહનચાલકો ભારે હેરાન
સોર્સ : gstv
સુરત શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જવા અને ભુવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં ગોડાદરા વિસ્તારમાં આવેલા કુબેરનગર ચાર રસ્તા પાસે અચાનક રોડની વચ્ચે જ મોટો ભુવો પડી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વ્યસ્ત રસ્તા પર જ ભુવો પડવાને કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અવારનવાર ભુવા પડવાની ઘટનાઓને પગલે પાલિકાની હલકી ગુણવત્તાવાળા કામની કામગીરી સામે ફરી એકવાર સ્થાનિકો દ્વારા વિરોધના સૂરો ઉઠ્યા છે અને વહેલી તકે સમારકામ કરવાની માગ કરાઈ છે.

