VIDEO: સુરતના ઉન પાટિયામાં 13 વર્ષના કિશોરની જટિલ સર્જરીથી બચ્યો જીવ
સોર્સ : gstv
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં 13 વર્ષના કિશોર સાથે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. તિરુપતિ નગરમાં રહેતો મૂળ બિહારનો નાઝીસ નામનો કિશોર ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. એક બિલ્ડિંગ પરથી બાજુની નિર્માણાધીન બિલ્ડિંગ પર જવાનો પ્રયાસ કરતી વખતે તે નીચે પડ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત દરમિયાન લોખંડનો સળિયો કિશોરના ગળાના ભાગમાં ઘૂસી ગયો હતો. ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોની ટીમે જટિલ સર્જરી કરીને કિશોરનો જીવ બચાવ્યો છે. હાલ નાઝીસની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તબીબોની સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિમાં કિશોરને નવજીવન મળ્યું છે.

