Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 72-year-old woman caught with quantity of liquor at Sachin GIDC, Surat

VIDEO: સુરતના સચિન GIDCમાં 72 વર્ષીય મહિલા દારૂના જથ્થા સાથે ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સચિન GIDC પોલીસ મથક વિસ્તારમાં ગભેણી ગામના સારંગ ફળિયામાં દારૂના વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 72 વર્ષીય મંછીબેન ડાહ્યાભાઈ ખલાસીને ઝડપી પાડી છે. પોલીસે તેમના રહેણાંક મકાન પાછળ આવેલા ખુલ્લા વાડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 178 નંગ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે 26 હજાર 68 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી મહિલા સામે અગાઉ સચિન GIDC, ભેસ્તાન અને ખટોદરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના 23 જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સચિન GIDC પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂના જથ્થાના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News