VIDEO: સુરતના શીતલ રેસ્ટોરન્ટ ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ આરોગ્ય વિભાગે હાથ ધર્યું કડક ચેકિંગ ઓપરેશન
સોર્સ : gstv
સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલ ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે તમામ ૯ ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાની ટીમોએ કુલ ૩૩૦ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી 1642 કિલો વાસી તથા નાશવંત ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો.તપાસ દરમિયાન સ્વચ્છતા અને નિયમોના ભંગ બદલ ૨૦૮ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 17 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. પાલિકા દ્વારા કુલ 4 લાખ 17 હજાર 500નો દંડ વસૂલવામાં આવ્યો છે. એસએમસીએ તમામ વેપારીઓને સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા ચેતવણી આપી છે.

