VIDEO: મૂળ વડોદરાનું એનઆરઆઈ દંપતી નેપાળમાં ગુમ
સોર્સ : gstv
ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા મૂળ વડોદરાના NRI દંપતી મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ નેપાળ પ્રવાસે ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. પત્નીના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે આ દંપતી મુંબઈની જાણીતી ટ્રાવેલ એજન્સી મારફતે નેપાળ ગયું હતું. પરંતુ નેપાળ પહોંચ્યાના થોડા જ સમયમાં પરિવાર સાથેનો તેમનો સંપર્ક તૂટી જતાં વડોદરા સ્થિત સગા-સંબંધીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. અચાનક બંને ગુમ થઈ જતાં ઘેરા આઘાતમાં સરેલા પરિવારે પોતાના વહાલસોયાઓને શોધવા અને હેમખેમ પરત લાવવા માટે સરકાર પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.

