Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Despite US opposition, Iran gets big responsibility in nuclear review conference, war of words between officials of both countries

USનો વિરોધ છતાં Iranને મળી પરમાણુ સમીક્ષા સંમેલનમાં મોટી જવાબદારી, બંને દેશના અધિકારીઓ વચ્ચે શાબ્દિક જંગ

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
USનો વિરોધ છતાં Iranને મળી પરમાણુ સમીક્ષા સંમેલનમાં મોટી જવાબદારી, બંને દેશના અધિકારીઓ વચ્ચે શાબ્દિક જંગ
સોર્સ : GSTV

Iran vs US UN clash 2026: સંયુક્ત રાષ્ટ્રમાં સોમવારે પરમાણુ કાર્યક્રમ અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) મામલે ઈરાન અને અમેરિકાના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. તેહરાનના પરમાણુ કાર્યક્રમ અને NPT સમીક્ષા સંમેલનના ઉપાધ્યક્ષ તરીકે ઈરાનની પસંદગી થતા અમેરિકાએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે તીખી શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.

App Store

અમેરિકાનો આકરો પ્રહાર

અમેરિકી હથિયાર નિયંત્રણ બ્યુરોના સહાયક સચિવ ક્રિસ્ટોફર યૉએ ઈરાન પર પ્રહારો કરતા કહ્યું કે, ઈરાને પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ને સહયોગ આપવામાં નિષ્ફળ રહ્યું છે. આવા મહત્ત્વના પદ પર ઈરાનની નિમણૂક કરવી એ એક અપમાન સમાન છે.

ઈરાનનો વળતો જવાબ

અમેરિકાના દાવાઓને પાયાવિહોણા ગણાવતા IAEA માં ઈરાનના રાજદૂત રેઝા નજફીએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાના આક્ષેપો રાજકીય રીતે પ્રેરિત છે. પરમાણુ હથિયારોનો ઉપયોગ કરનાર દુનિયાનો એકમાત્ર દેશ હોવાને નાતે, અમેરિકાએ બીજા દેશો પર ચુકાદો આપવો જોઈએ નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ અને સંયુક્ત રાષ્ટ્રની ચિંતા

આ વિવાદ વચ્ચે ઈરાને અમેરિકા સામે એક શરત મૂકી છે કે જો તેના પરના આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવે, તો તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા તૈયાર છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ હિંસક સંઘર્ષનો સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં. માત્ર શાંતિ વાર્તા અને વાતચીત દ્વારા જ આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

1980 થી તૂટેલા સંબંધો

નોંધનીય છે કે 1980 થી ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારના સીધા રાજદ્વારી સંબંધો નથી. બંને દેશો એકબીજા સાથે વાત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ કરે છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને હંમેશા શાંતિપૂર્ણ ગણાવતું આવ્યું છે, જ્યારે અમેરિકાને શંકા છે કે તેહરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયારો વિકસાવી રહ્યું છે.