Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Dare not give up even in a skull fracture and bleeding condition: How is the health of Hero Captain Smit Mosquito after surgery?

ફ્લાયદુબઈ પ્લેન હુમલો: ભારતીય હીરો પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની ખોપરીમાં ગંભીર ફ્રેક્ચર, કરવી પડી ઈમરજન્સી સર્જરી

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ફ્લાયદુબઈ પ્લેન હુમલો: ભારતીય હીરો પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની ખોપરીમાં ગંભીર ફ્રેક્ચર, કરવી પડી ઈમરજન્સી સર્જરી
સોર્સ : gstv

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં આતંકી મનસૂબાને નિષ્ફળ બનાવીને 174 મુસાફરોના જીવ બચાવનારા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોકપિટમાં ઓમાની સહ-પાયલટ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાં કેપ્ટન સ્મિતના માથાની ખોપરીનું હાડકું તૂટીને અંદર ધસી ગયું હતું, જેના કારણે તેમની તાત્કાલિક ઈમરજન્સી સર્જરી કરવી પડી હતી.

App Store

અસહ્ય પીડા વચ્ચે પણ કોકપિટનો દરવાજો ખોલ્યો

30 સપ્ટેમ્બરના રોજ ઉડાન દરમિયાન ઓમાની કો-પાયલટે કથિત રીતે એરક્રાફ્ટની ક્રેશ કુહાડી વડે કેપ્ટન સ્મિત મચ્છર પર પાછળથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કેપ્ટનના માથા અને હાથ પર ઊંડા ઘા વાગ્યા હતા અને માથાનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું હતું. માથામાંથી સતત રક્તસ્ત્રાવ થવા છતાં અને લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે અદમ્ય સાહસ દાખવ્યું હતું. તેમણે ભાન ગુમાવ્યા વિના અંદરથી કોકપિટનો દરવાજો અનલોક કર્યો, જેથી કેબિન ક્રૂ અને મુસાફરો અંદર પ્રવેશીને હુમલાખોર સહ-પાયલટને કાબૂમાં લઈ શક્યા.

સાઉદી અરેબિયામાં સફળ ઈમરજન્સી સર્જરી

વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ કેપ્ટન સ્મિત મચ્છરને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ માથામાં થયેલી ગંભીર ઈજા અને ખોપરીના અંદર ધસી ગયેલા હાડકાના ભાગને ઠીક કરવા માટે તાત્કાલિક ઈમરજન્સી ન્યૂરોસર્જરી હાથ ધરી હતી. સર્જરી સફળ રહ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે અને તેમને વધુ સારી તબીબી સારવાર અર્થે અબુધાબી ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર વિશ્વમાં થઈ રહી છે પ્રશંસા

ગુજરાતી મૂળના અને મુંબઈમાં અભ્યાસ કરી ચૂકેલા 15 વર્ષથી વધુનો ફ્લાઈંગ અનુભવ ધરાવતા કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બિરદાવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને અસહ્ય દર્દમાં હોવા છતાં છેલ્લી ક્ષણ સુધી પ્લેનનું નિયંત્રણ જાળવી રાખી સેંકડો નિર્દોષ લોકોનો જીવ બચાવવા બદલ સમગ્ર વિશ્વ તેમને સલામ કરી રહ્યું છે.