મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પન્નુ હત્યા ષડયંત્ર કેસઃ ચેક રિપબ્લિકે આરોપી નિખિલ ગુપ્તાને ભારે સુરક્ષા વચ્ચે મોકલ્યો અમેરિકા

ચેક રિપબ્લિક પોલીસે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપી નિખિલ ગુપ્તા સંબંધ

VIDEO: પન્નુ હત્યા ષડયંત્ર કેસઃ ચેક રિપબ્લિકે આરોપી નિખિલ ગુપ્તાને ભારે સુરક્ષા વચ્ચે મોકલ્યો અમેરિકા

ચેક રિપબ્લિક પોલીસે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપી નિખિલ ગુપ્તા સંબંધિત એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. અગાઉ, ચેક રિપબ્લિકના ન્યાય પ્રધાન પાવેલ બ્લેઝેકે પુષ્ટિ કરી હતી કે નિખિલ ગુપ્તાને યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે.

નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરીને ચેક રિપબ્લિકે પોલીસે લખ્યું કે સંયુક્ત રાજ્ય અમેરીકામાં હત્યાનું ષડયંત્ર રચવાવાળા શંકાસ્પદ વિદેશી શુક્રવારથી અમેરિકાની ન્યાય પાલિકાની કસ્ટડીમાં છે. તેમણે એમ પણ કહ્યું કે નિખિલ ગુપ્તાને પ્રાગ( ચેક રિપબ્લિકની રાજધાની)ના એરપોર્ટ પર સુરક્ષા રીતે પ્રત્યાપર્ણ કરવામાં આવ્યો છે.

ચેકની બંધારણીય અદાલતે મે મહિનામાં નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેણે અમેરિકન કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. ન્યૂયોર્કમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ થવા બદલ યુએસ સરકારની વિનંતી પર ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ગુરપતવંત પન્નુ અમેરિકન અને કેનેડા બંને દેશોની નાગરિકતા ધરાવે છે.

અમેરિકાએ શું આરોપ લગાવ્યો?


અમેરિકા પ્રત્યાર્પણ બાદ નિખિલ ગુપ્તાને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમના વકીલ જેફરી ચેબ્રોવેનું કહેવું છે કે નિખિલ ગુપ્તાએ કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગુપ્તા એક અનામી ભારતીય સરકારી અધિકારીની સૂચનાઓ પર કામ કરી રહ્યા હતા. જોકે, ભારતે આવા મામલામાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

આ સમાચાર શેર કરો