Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Conspiracy to crash plane into Israeli airport: UAE investigation exposes pilot's ties to Muslim Brotherhood!

પ્લેનને ઇઝરાયેલના એરપોર્ટ સાથે અથડાવવાનું હતું ષડયંત્ર: મુસ્લિમ બ્રધરહુડ સાથે પાઈલટના સબંધોનો UAEની તપાસમાં પર્દાફાશ!

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
પ્લેનને ઇઝરાયેલના એરપોર્ટ સાથે અથડાવવાનું હતું ષડયંત્ર: મુસ્લિમ બ્રધરહુડ સાથે પાઈલટના સબંધોનો UAEની તપાસમાં પર્દાફાશ!
સોર્સ : gstv

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ ફ્લાઇટના કોકપિટમાં બનેલી હિંસક ઘટનામાં તપાસ એજન્સીઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તપાસ અનુસાર, ઓમાનનો નાગરિક અને ફ્લાઇટનો કો-પાઈલટ હમ્મામ અલ-હમ્મામી (Hammam al-Hammami) પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહુડ’ના પ્રભાવ હેઠળ કટ્ટરપંથી બન્યો હતો.

App Store

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રોસિક્યુટર્સે જણાવ્યું કે આરોપી પાઈલટ 9/11 જેવો આત્મઘાતી આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેનો ઇરાદો પેસેન્જર વિમાનને ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર અથવા અન્ય સ્થાને અથડાવીને મોટા પાયે નરસંહાર કરવાનો હતો.

ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ દરમિયાન કટ્ટરપંથી બન્યો

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હમ્મામ અલ-હમ્મામી વર્ષ 2014 આસપાસ એન્જિનિયરિંગના અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા ગયો હતો. મેલબોર્નમાં તેના રોકાણ દરમિયાન તે સ્થાનિક કટ્ટરપંથી મસ્જિદો અને સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે મુસ્લિમ બ્રધરહુડ સાથે સંકળાયેલા જૂથોના પ્રભાવ હેઠળ તેના વિચારો અત્યંત ઝેરી અને કટ્ટરપંથી બની ગયા હતા. આ પહેલાં ઓમાન એર દ્વારા પણ તેની કટ્ટરપંથી પ્રવૃત્તિઓને કારણે તેના પર ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોકપિટમાં કુહાડી વડે હુમલો કર્યો હતો

હમ્મામીએ ફ્લાઇટ દરમિયાન ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machchhar) પર ઇમરજન્સી ક્રેશ એક્સ (કુહાડી) વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં ભારતીય કેપ્ટને હિંમત હારી ન હતી અને કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો. જેના કારણે અંદર પ્રવેશેલા બહાદુર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હમ્મામીને કાબૂમાં લઈ વિમાનને અપહરણ થતાં બચાવી લીધું હતું અને પ્લેનનું સાઉદી અરેબિયા ખાતે સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હાલ UAE, ઑસ્ટ્રેલિયા સહિતની વૈશ્વિક તપાસ એજન્સીઓ આ આતંકી નેટવર્ક, તેની તાલીમ અને આ કાવતરામાં સામેલ અન્ય શંકાસ્પદોની ગહન તપાસ કરી રહી છે.